News of Monday, 14th April 2025
બીરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીમાં ભારત રત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરજીની જન્મજયંતી ની ઉજવણી કરાઇ

( ભરત શાહ દ્વારા ) નર્મદા: બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી રાજપીપળા ખાતે ડૉ. બાબાસાહેબ આંબેડકરજીની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી, કાર્યક્રમની શરૂઆતમાં સૌ વિદ્યાર્થીઓ દ્વારા ડૉ. બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ત્યારબાદ ડો.તૃષાલીબેન ડોડીયા દ્વારા ડૉ. બાબાસાહેબ આંબેડકરજીના જીવન વિશેની વાતો કરી વિદ્યાર્થીઓ સમક્ષ ડૉ. બાબાસાહેબ આંબેડકરજી જીવનના વિચારો મુક્યા હતા.
આ કાર્યક્રમમાં યુનિવર્સિટી કુલપતિ ડો.મધુકરભાઈ પાડવી દ્વારા બાબાસાહેબનું જીવન સૌ માટે પ્રેરણા રૂપ રહેલું છે તેવો શુભેચ્છા સંદેશ વિદ્યાર્થીઓને આપવામાં આવ્યો હતો, કાર્યક્રમ સફળ બનાવવા સૌ સ્ટાફ ગણ અને સૌ વિદ્યાર્થીએ ઉત્સાહભેર આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
(11:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
