<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th April 2025

આજે મધ્‍યરાત્રીથી લાયરીડસ ઉલ્‍કાવર્ષાનો અવકાશી નજારો જોવા મળશે : રરમીએ પુષ્‍કળમાત્રામાં દેખાશે

રાજકોટ તા. ૧૫ : ભારત જન વિજ્ઞાન જાથાની યાદીમાં જણાવાયુ છે કે ૧૦૫ દિવસના લાંબા વિરામ બાદ આકાશમાં ફરી ઉલ્‍કાવર્ષા નિહાળવાનો સમય આવ્‍યો છે. આજે તા. ૧૫મીના મધ્‍યરાત્રીથી તા. ૨૯મી સુધી લાયરીડસ ઉલ્‍કાવર્ષા આકાશમાં દેખાશે. તા. ૨૧ અને ૨૨મીની પરોઢે સૌથી વધુ ઉલ્‍કાવર્ષા જોવા મળશે. કલાકની ૧૫ થી ૧૦૦ ઉલ્‍કાઓ સ્‍પષ્‍ટ રીતે પડતી જોવા મળશે. મધ્‍યરાત્રીના ૧ વાગ્‍યાથી પરોઢ સુધી ઉલ્‍કા નિહાળવાનો શ્રેષ્‍ઠ સમય છે. વિશ્વના ખગોળ વૈજ્ઞાનિકોએ દરિયાઇ તથા પર્વતીય વિસ્‍તારોમાં ઉલ્‍કા અવલોકન અર્થે પડાવ નાખી તૈયારીઓ આરંભી છે. ભારત જન વિજ્ઞાન જાથાની રાજય કચેરી દ્વારા પણ રાજયભરમાં ઉલ્‍કા નિરીક્ષણ અને અવલોકન માટે તૈયારીઓ કરાઇ હોવાનું જાથાના રાજયના ચેરમેન એડવોકેટ જયંત પંડયા (મો.૯૮૨૫૨ ૧૬૬૮૯)ની યાદીમાં જણાવાયુ છે.

(11:02 AM IST)