News of Tuesday, 15th April 2025
મુખ્ય સૂત્રધાર જેમ્સ અને સાથીઓ વિવિધ રાજ્યોમાં લાખોના સોનાની લૂંટ, પોલીસ પર ફાયરિંગ કરવા માટે પણ કૂવિખ્યાત..આરોપીઓ દ્વારા સામનો કરવા સ્પ્રે, સ્પેશ્યલ છરી અને પિસ્તોલો અને કારતૂસ સાથે ઓળખ છુપાવવા બુકાની, માસ્ક સાથે લાવેલ.પ્લાનની વિગતો ડાયરીમાં ટપકાવી હતી
કરોડોના હીરાની ગુજરાતના ઇતિહાસની સહુથી મોટી લૂંટનો પ્લાન દેશના ચાલાક ,ખૂંખાર અપરાધીએ, કાયદાના રક્ષક સાથે મળી જેલમાં ઘડ્યો હતો સુરત અને સાઉથ ગુજરાત પરથી મોટી ઘાત પોલીસની જાગળતિથી ટળી્ જે બસમાં કરોડોના હીરા સાથે આંગડીયાઑ હેરફેર કરે છે, તે બસની દિવસો સુધી રેકી કરેલ આખા પ્લાનના નકશા તૈયાર થયેલ. અકિલા સમક્ષ સૂરત ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ જયરાજસિહ ઝાલા બોલીવુડની કાલ્પનિક કથાને ટક્કર મારે તેવી સત્ય કથાનું અકિલા સમક્ષ અથ થી ઇતિ સુધીની કથા વર્ણવે છે.

રાજકોટ તા. કરોડના હીરા સાથે સુરત સહિત સાઉથ ગુજરાતમાં સફર કરતા આંગડિયા પેઢીના સ્ટાફને લૂંટી લેવાના આધારે દેશના ચાલાક અને ખૂંખાર ગેંગસ્ટર જેમ્સ આલ્મેડ દ્વારા માજી એક્સ આર્મીમેન અને હાલ પોલીસમેન અર્થાત જેલ સિપાહી રાજેશ પરમાર સાથે મળી , સુરતના હીરા ઉધોગની ગતિવિધિથી માહિતગાર એવા પોતાના સાથીની મદદથી જેલમાં ફૂલ પ્રૂફ પ્લાન ઘડી ગુજરાતના ઇતિહાસની સહુથી મોટી લુંટ કરે તે પહેલાં સદભાગ્યે અને પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોત, ક્રાઇમ બ્રાન્ચ વડા રાઘવેન્દ્ર વસ્તના માર્ગદર્શન અને અમારી ટીમના સુકાની ડીસીપી ભાવેશ રોજીયા, પોલીસ ઇન્સ્પેક્ટર જે.એન. ગૌસ્વામી, ષ્ટતશ કે.એન. સોઢા સાથે અમારી આખી ટીમ અને તમામ સ્ટાફના સહયોગ અને ઇશ્વરી કળપાથી એક ઘાત પસાર થયેલ છે તેમ ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ જયરાજસિંહ જાડેજાએ અકિલા સાથેની વાતચીતમાં અથ થી ઇતિ સુધીની દાસ્તાન વર્ણવતા જણાવ્યું હતું.
આરોપીઓ દ્વારા ટ્રાવેલ્સ બસ માં સુરત અને સાઉથ ગુજરાતના વિવિધ શહેરના આંગડિયાઑ ટ્રાવેલ્સ કરતા તે બસની વારંવાર રેકી કરેલ, બસ કયોથી ઉપડે? કેટલા સ્ટોપ કયા કરે ? કયા લુંટ કરવામાં સરળતા રહે તેની આખી ડાયરી બનાવી અને તેના પરફેક્ટ મેપ બનાવેલ. કોઇ સામનો કરે તો આંખોમાં સ્પ્રે છાંટી નાશી જવા, કોઈ વધુ હિંમતવાન હોય તો રેમ્બો છરી, ઓળખ છુપાવવા બુરખા, માસ્ક, બુકાની અને જરૂર પડ્યે પીસ્તોલો અને પૂરતા કારતુસો સાથે રેડી બની આવેલ.
અત્રે એ યાદ રહે કે દેશના ખૂંખાર અને લાખો રૂપિયાના સોના સહિત લુંટ કરી હાહાકાર સર્જનાર જેમ્સ આલમન્ડ ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાં વોન્ટેડ છે.
પંજાબની ચોરાઉ કાર સહિત વિવિધ કાર સાથે સુરત આવી રહેલા આ ખૂંખાર અપરાધીઓ અંગે બાતમી મળતા જ સિનિયર અધિકારીઓના માર્ગદર્શનમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડી અને આગવી ઢબની પૂછપરછ કરી વિશેષ ઓપરેશનમાં બાકીના સાથીઓને પણ ઝડપી લીધાં હતાં, આ અપરાધીઓના ગુન્હાહિત ઇતિહાસ પણ સામાન્ય લોકોને ધ્રુજવનાર હોવાનું પીઆઇ જયરાજસિંહ ઝાલાએ જણાવ્યું હતું.
મુખ્ય સૂત્રધાર જેમ્સ તો પોલીસ પર ફાયરિંગ કરવા માટે જાણીતો હોવાથી અમારી ટીમ દ્વારા તમામ તૈયારીઓ થયાની ખાતરી પછી જ પોલીસ કમિશનરશ્રી, જોઇન્ટ સીપી શ્રી ક્રાઈમ અને અમારા વિશેષ ઓપરેશનમાં મહત્વનો રોલ ભજવનાર ડીસીપીશ્રી દ્વારા મેદાને ઉતરાયેલ.
(૧) જેમ્સ ઉર્ફે સેમ જેફરીન ગીધોરી અલમેડા ઉ.વ. ૪૦ ધંધો. વેપાર રહે, ફ્લેટ નં.૧૦૩ ગુડવીલ એપાર્ટમેન્ટ, ગુરૂદ્વારાની બાજુમાં સેક્ટર-૪ ન્યુ પનવેલ થાના રાયગઢ તા.પનવેલ જી.રાયગઢ (મહારાષ્ટ્ર) (૨) સલાઉદ્દીન દીલાવર શેખ ઉ.વ.૨૫ ધંધો. મજુરી રહે,રૂમ નં.૧૦૪ એકતા વેલ્ફર સોસાયટી, પ્રતિક્ષા નગર જોગેશ્વર વેસ્ટ ઓસીવાર મુંબઈ (મહારાષ્ટ્ર)
(૩) રાજેશ સુબેદારસીંગ પરમાર ઉ.વ.૪૨ ધંધો.નોકરી રહે, મકાન નં.૩૩૧ શિવ કોલોની, ગલી નં.૮, સાવરકર નગર, ગોડા, કંમ્પુ લશ્કર ગ્વાલીયર (મધ્યપ્રદેશ) (પોલીસ કોન્સ્ટેબલ જેલ સિપાઇ)
(૪) રહીશખાન સૌરબખાન ખાન ઉ.વ.૪૦ ધંધો. પ્રાઈવેટ ટીચર રહે, આર્મી બજારીયા કમ્પુ લશ્કર ગ્વાલીયર (મધ્યપ્રદેશ)
(૫) ઉદયવીરસીંગ રાજબહાદુરસીંગ તોમર ઉ.વ.૫૧ ધંધો. વેપાર હાલ રહે, ઘર નં.૧૬ મહાદેવનગર સોસાયટી, બગુમરાગામ કડોદરા સુરત, મુળ રહે, તરસ્માગામ તા.કોરસા જી.મુરેના (મધ્યપ્રદેશ) (૬) વીજય લાલતા મેનબંસી ઉ.વ.પર ધંધો. વડા પાઉની લારી રહે, રૂમ નં.૪, મોતીબાઈની ચાલ, ઠાકુરલી ઈસ્ટ, સ્ટેશન રોડ તા. કલ્યાણ જી. થાણે (મહારાષ્ટ્ર) મુળ રહે. સંતોષપુર પોસ્ટ. પાલી તા.પાલી. જી.જોનપુર (ઉત્તર પ્રદેશ)
ઉપરોક્ત તમામ આરોપી સુરત શહેરમા ધાડ પાડવાની તૈયારી કરવાનો ગુનો આચરતા તેઓ વિરૂધ્ધમા સંલગ્ન કલમો હેઠળ ગુનો દાખલ કરવામા આવેલ છે. અને પકડાયેલ આરોપીઓ પાસેથી (૧)પીસ્ટલ નંગ- ૩ (૨) દેશી હાથ બનાવટનો તમંચો નંગ- ૧ (૩) હ્યુન્ડાઇ વરના ફોરવ્હીલ કાર (૪) રેમબો છરો નંગ -૧ (૫) મોબાઈલ નંગ ૬ (૬)વાઇફાઈ ડોંગલ ૩ (૭) પીસ્તોલ કાર્ટીઝ નંગ-૪૨ (૮) ખાલી મેગઝીન નંગ-૧ (૯) લોખંડનું પકડ (૧૦) એક ધારદાર કટર (૧૧) મીરચી સપ્રેની બોટલો નંગ -૦૨ (૧૨) ઇલેકટ્રીક વજનકાટા (૧૩) બુકાની માસ્ક નંગ-૩ (૧૪)મધ્યપ્રદેશ જેલ પોલીસ રાજેશ પરમારનુ આઇ.ડી કાર્ડ (૧૫) નોટ બુક (મેપ તથા પ્લાનિંગ લખેલ ) મળી કુલ્લે કી.રૂ. ૪,૮૦,૦૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરવામા આવેલ છે
(12:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
