હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સુરતના કાપોદ્રામાં ભરેલા અગ્નિ જેવી સ્થિતિ: સગીરની હત્યાથતા મહિલાઓ રસ્તા પર ઉતરી :પોલીસ મથકનો ઘેરાવ કર્યો
મૃતક પરેશ ચાર બહેનોનો એકનો એક ભાઈ:વ્હાલસોયા દીકરાના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો

સુરતના કાપોદ્રા વિસ્તારમાં હાલ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. 17 વર્ષીય સગીરની હત્યા કરવામાં આવતા મહિલાઓ રસ્તા પર ઉતરી હતી અને પોલીસ મથકનો ઘેરાવ કર્યો હતો. મૃતક સગીરના પરિવારજનો સહિત સમાજના લોકો દ્વારા રાત્રે અને સવારે પોલીસ મથકનો ઘેરાવ કરવામાં આવ્યો છે અને ન્યાયની માગ કરવામાં આવી છે.
બીજી તરફ પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપીએ એક રિક્ષા ચાલકને પણ ચપ્પુના ઘા ઝીંક્યા હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપીને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ ફ્રુટની લારી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા અરવિંદભાઈ છનાભાઇ વાઘેલા સુરતના કાપોદ્રા વિસ્તારમાં પરિવાર સાથે રહે છે. તેમનો 17 વર્ષીય દીકરો પરેશ રત્નકલાકાર તરીકે કામ કરીને આર્થિક રીતે મદદરૂપ થતો હતો.
ગત સાંજે તેમના દીકરા પરેશને પ્રભુ રવીરામ શેટ્ટી નામના આરોપીએ ચપ્પુના ઘા મારી દીધા હતા અને લોહીલુહાણ હાલતમાં પરેશને સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવાયો હતો જ્યાં તબીબોએ પરેશને મૃત જાહેર કર્યો હતો. મૃતક પરેશ ચાર બહેનોનો એકનો એક ભાઈ હતો. વ્હાલસોયા દીકરાના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
