<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th April 2025

વડોદરાના સમા વિસ્તારમાં પાણીનો કકળાટ :અનેક રજુઆત છતાં ઉકેલ નહીં:થાળી-વેલણ વગાડી અને માટલા ફોડી પ્રદર્શન

મહિલાઓએ પાણીની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા:પોલીસે રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે ઝપાઝપી થઈ : અટકાયત

વડોદરાના સમા વિસ્તારમાં છેલ્લા બે-ત્રણ મહિનાથી ચાલતા પાણીના કકળાટને લઈ સ્થાનિકોએ અનેક વખત રજૂઆત છતાં સમસ્યા ન ઉકલાતાં આજે થાળી-વેલણ વગાડી અને માટલા ફોડી ઉગ્ર પ્રદર્શન કર્યું, જેમાં મહિલાઓએ પાણીની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા, અને જ્યારે પોલીસે તેમને રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે ઝપાઝપી થઈ હતી અને આંદોલનકારીઓની અટકાયત કરવામાં આવી.

(1:31 PM IST)