<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th April 2025

સલમાનખાનને ધમકી આપનાર વડોદરા જીલ્લાનો યુવાન માનસિક રોગી હોવાનું તારણ

વડોદરા ગ્રામ્‍યના એસ.પી. રોહન આનંદે ગણતરીના કલાકોમાં આખી કુંડળી કાઢી..અકિલા સાથે જિલ્લા પોલીસ વડાની વાતચીત વડોદરા દોડી આવેલ મુંબઈ ક્રાઈમ બ્રાન્‍ચ દ્વારા પણ સઘન પૂછપરછ, નોટિસ આપીઃ ધમકીઓનું પ્રમાણ વધ્‍યું, સુરક્ષા વ્‍યવસ્‍થા બેવડાઈ

રાજકોટ, તા.૧૫: સુપ્રસિદ્ધ સુપરસ્‍ટાર સલમાનખાનના નિવાસસ્‍થાન ગેલેક્‍સી એપાર્ટમેન્‍ટ પર ફાયરિંગ, સતત મળતી ધમકીઓ વચ્‍ચે  આ કલાકાર લોંખડી સુરક્ષા, બુલેટપ્રુફ કાર અને બુલેટપ્રુફ બાલ્‍કનીની દીવાલ વચ્‍ચે રહે છે, છતાં ધમકીનો સિલસિલો ચાલુ હોય તેમ તાજેતરમાં ફરી એક વખત ધમકીભર્યો મળેલ ઈ-મેઈલ વડોદરા ગ્રામ્‍યના વાઘોડિયાથી આવ્‍યો હોવાની જાણ થતા મુંબઈ ક્રાઈમ બ્રાન્‍ચ વડોદરા દોડી આવેલ

મુબઈ ક્રાઇમ બ્રાન્‍ચ દ્વારા મુંબઈ આવતા પહેલા વડોદરા ગ્રામ્‍યના જીલ્લા પોલીસ વડા એવા અનુભવી આઈ.પી.એસ. રોહન આનંદને જાણ કરતા તેવો દ્વારા તુરંત આ યુવાનને શોધી કાઢી પોતાની ટીમ દ્વારા ઝીણવટભરી પૂછપરછ કરેલ. આ પૂછપરછમાં યુવાન માનસિક બીમાર લાગ્‍યો હતો તેમ રોહન આનંદે અકિલા સાથેની વાતચીતમાં જણાવ્‍યું હતું. આ યુવાનના રહેઠાણ સ્‍થળની તપાસ કરવા સાથે આસપાસ રહેતા લોકો મારફત પણ તપાસ કરી કરાવવી હતી. એને આ મામલે સર્વાંગી રિપોર્ટ પણ મુંબઈ પોલીસને કરેલો.

દરમિયાન બનાવની ગંભીરતા સમજી મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્‍ચ ટીમ પણ દોડી આવેલ અને આરોપી યુવાનની સઘન પૂછપરછ કરી હતી. આરોપીને નોટિસ પણ ક્રાઇમ બ્રાન્‍ચ દ્વારા આપવામાં આવી હતી. (રર.૧૪)

(2:24 PM IST)