<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th April 2025

વલસાડ બાંદ્રા ઇન્ટરસીટી ટ્રેન ફરીથી શરૂ કરવા માંગ: સાંસદ ધવલ પટેલે લખ્યો રેલમંત્રીને પત્ર

કોરોના સમયમાં બંધ થયેલી ઇન્ટરસિટી ટ્રેન ફરી શરૂ કરવાની માંગ ઉપરાંત શતાબ્દી અને વંદે ભારતને વલસાડ સ્ટોપ આપવા રજૂઆત

વલસાડ-ડાંગ લોકસભાના પ્રતિનિધિ અને લોકસભાના દંડક સાંસદ ધવલભાઈ પટેલ દ્વારા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને પત્ર લખી વલસાડ-બાંદ્રા ઇન્ટરસિટી ટ્રેન ફરી શરૂ કરવામાં આવેતેવી માંગણી કરવામાં આવી છે .

  કોરોના સમયમાં બંધ થયેલી ઇન્ટરસિટી ટ્રેન ફરી શરૂ કરવાની માંગ કરી છે દરરોજ અપડાઉન કરતા કર્મચારીઓ, વિદ્યાર્થી, વેપારીઓ માટે ટ્રેન ખૂબ ઉપયોગી હોવાનું જણાવી આ ટ્રેન ફરી શરૂ થવાથી સમય અને ખર્ચમાં મોટી બચત થશે તેમ જણાવી વલસાડ રેલવે સ્ટેશનને વધારે મહત્વ આપવાની રજૂઆત કરી છે આ ઉપરાંત શતાબ્દી અને વંદે ભારતને વલસાડ સ્ટોપ આપવા વિનંતી કરી છે

સાંસદ ધવલભાઈ પટેલે પત્રમાં લખ્યું છે કે“આ ટ્રેન પહેલા પણ રોજના હજારો દૈનિક મુસાફરો માટે જીવનરેખા સમાન હતી. આજે પણ વલસાડથી મુંબઈ તરફ રોજે દરમ્યાન અપડાઉન કરતા નોકરીપેશા લોકો, વિદ્યાર્થી અને વેપારીઓ માટે આ ટ્રેન ફરી શરૂ થવી જરૂરી બની છે.”તેમણે ઉમેર્યું કે ટ્રેન સમયે ચાલતી હોય અને આરામદાયક હોવાને કારણે સામાન્ય મુસાફરો માટે ખૂબ જ લોકપ્રિય બની હતી.

(7:10 PM IST)