<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th April 2025

રાજ્યમાં જીરાનો સૌથી ઉંચો ભાવ ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં 6421 રૂપિયા સુધી બોલાયો :જાણો 24 યાર્ડના ભાવ

ગુજરાતની 24 માર્કેટિંગ યાર્ડમાં કુલ 1,287.79 ટન જીરાની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન જીરાની આવક

અમદાવાદ :આજે ગુજરાતની 24 માર્કેટિંગ યાર્ડમાં કુલ 1,287.79 ટન જીરાની આવક થઇ છે. રાજ્યમાં જીરાનો સૌથી ઉંચો ભાવ ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં 6421 રૂપિયા બોલાયો છે. ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં નીચો ભાવ 3600 રૂપિયા બોલાયો હતો. આ ઉપરાંત ગોંડલમાં 5071 રૂ., રાધનપુરમાં 5020 રૂ., મહુવામાં 5015 રૂ., હળવદમાં 5 હજાર રૂ., રાજકોટમાં 4950 રૂપિયા ભાવ બોલાયો હતો.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં જીરાની કુલ 1,287.79 ટન આવક થઇ છે.

(7:52 PM IST)