<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th April 2025

રાજ્યમાં લોકવન ઘઉંનો સૌથી ઉંચો ભાવ(મણમાં) રાધનપુરમાં અને ટુકડા ઘઉંનો મહુવા માર્કેટ યાર્ડમા બોલાયો: જુઓ સંપુર્ણ યાદી

ગુજરાતની વિવિધ માર્કેટ યાર્ડમાં કુલ 8,518.64 ટન ઘઉંની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન ઘઉંની આવક

અમદાવાદ : આજે ગુજરાતની વિવિધ માર્કેટ યાર્ડમાં કુલ 8,518.64 ટન ઘઉંની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં લોકવન ઘઉંનો સૌથી ઉંચો ભાવ(મણમાં) રાધનપુર માર્કેટ યાર્ડમા 702 રૂપિયા બોલાયો હતો. રાધનપુર યાર્ડમાં નીચો ભાવ 485 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય સિદ્ધપુરમાં 701 રૂ., તલોદમાં 676 રૂ., હિંમતનગરમાં 671 રૂપિયા ઉંચો ભાવ બોલાયો હતો. જ્યારે ટૂકડા ઘઉંનો સૌથી ઉંચો ભાવ મહુવામાં 700 રૂ. અને નીચો ભાવ 461 રૂપિયા બોલાયો હતો.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 8,518.64 ટન ઘઉંની આવક થઇ છે.

(8:05 PM IST)