<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th April 2025

રાજ્યમાં મગફળીનો સૌથી ઉંચો ભાવ જામનગર માર્કેટ યાર્ડમા 1369 રૂપિયા બોલાયો : જાણો 22 યાર્ડના ભાવ

ગુજરાતની 22 માર્કેટ યાર્ડમાં કુલ 1,118.70 ટન મગફળીની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન મગફળીની આવક

અમદાવાદ : આજે ગુજરાતની 22 માર્કેટ યાર્ડમાં કુલ 1,118.70 ટન મગફળીની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં મગફળીનો સૌથી ઉંચો ભાવ જામનગર માર્કેટ યાર્ડમા 1369 રૂપિયા બોલાયો હતો. રાજકોટમાં કપાસનો ઉંચો ભાવ 1065 રૂ. અને નીચો ભાવ 880 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય વિસાવદરમાં 1271 રૂ., ગોંડલમાં 1266 રૂ., કાલાવડમાં 1195 રૂ., મોરબીમાં 1166 રૂ., વેરાવળમાં 1131 રૂ., હિંમતનગરમાં 1100 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 1,118.70 ટન મગફળીની આવક થઇ છે.

(8:13 PM IST)