<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th April 2025

મહેસાણાના સિયાપુરામાં બે જૂથ વચ્ચે અથડામણ: દુકાનમાં ઉધાર લેવા બાબતે બબાલ : બે થી વધુ બાઇકને આગચંપી

સમગ્ર ઘટનાની જાણ સ્થાનિક પોલીસને થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી સમગ્ર મામલો થાળે પાડ્યો

મહેસાણાના સિયાપુરામાં બે જૂથ વચ્ચે અથડામણની ઘટના બની હતી. દુકાનમાં ઉધાર લેવા બાબતે બબાલ થઈ હોવાનું પ્રાથમિક માહિતી સામે આવી છે. એક જૂથના ટોળાએ બેથી વધુ બાઈકને આગચંપી કરી હોવાની ઘટના બની હતી. સમગ્ર ઘટનાની જાણ સ્થાનિક પોલીસને થતા તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે થયો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચી સમગ્ર મામલો થાળે પાડ્યો હતો.

(9:01 PM IST)