<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th April 2025

વકીલોએ શહેરમાં રેલી કાઢીને UCC કાયદાનો વિરોધ કર્યો

નિરાકરણ ના આવે તો આંદોલનની ચીમકીઃવકીલોએ વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચીને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું

વડોદરા,તા.૧૫: ગુજરાતમાં કોમન સિવિલ કોડ કાયદો લાગુ કરવા સામે વાંધા સૂચનો રજૂ કરવા અંગેનો આજે છેલ્લો દિવસ હતો. આ દરમિયાન વડોદરામાં વકીલોએ આ કાયદાનો વિરોધ કર્યો હતો. વડોદરા કોર્ટથી લઈને કલેક્ટર કચેરી સુધી પગપાળા રેલી યોજીને સુત્રોચ્ચાર કર્યા હતાં.શહેરના વકીલો બેનરો અને પોસ્ટરો લઈને રેલીમાં જોડાયા હતાં. કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી. જો કોઈ નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.

પ્રાપ્ત વિગતો પ્રમાણે વડોદરામાં કોમન સિવિલ કોડ કાયદો લાગુ કરવાના વિરોધમાં વકીલોએ રેલી કાઢી હતી. વડોદરા કોર્ટથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજી હતી.

આ રેલીમાં બેનરો અને પોસ્ટરો સાથે વકીલો જોડાયા હતાં. વકીલોએ ભારે સુત્રોચ્ચાર કરીને કોમન સિવિલ કોડ કાયદાનો વિરોધ કર્યો હતો. આ રેલીમાં મુસ્લિમ અને દલિત સમાજના વકીલો પણ જોડાયા હતાં. વકીલોએ વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચીને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.

જિલ્લા કલેક્ટરને આવેદન આપીને વકીલોએ તેમની રજૂઆત કરી હતી. વકીલોએ બે દિવસનું અલ્ટિમેટમ આપ્યું હતું. જો બે દિવસમાં નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. વકીલો દ્વારા આપવામાં આવેલા આવેદન અંગે કલેક્ટરે ઉચ્ચ સ્તરે રજૂઆત પહોંચાડવાની બાંહેધરી આપી હતી. વડોદરામાં વકીલોની રેલીમાં ઉગ્ર સુત્રોચ્ચાર થયા હતાં.યુસીસીનો કાયદો રદ કરો જેવા નારા લાગ્યા હતાં.

 

 

(10:20 PM IST)