News of Tuesday, 15th April 2025
રાજપીપલા નગરપાલિકા વોર્ડ -5 ના ભાજપ સભ્યના રાજીનામાથી ભાજપ છાવણી માં ખળભળાટ
પૂર્વ ધારાસભ્યના રાજીનામાંના બીજા દિવસે પાલિકા સભ્યનું રાજીનામુ

( ભરત શાહ દ્વારા ) નર્મદા : રાજપીપલા નગરપાલિકા વોર્ડ-5 ના ચૂંટાયેલા ભાજપ સભ્ય પ્રજ્ઞેશ રામીએ પાલિકા સભ્યપદેથી રાજીનામુ આપી દેતા ભાજપ છાવણીમાં ખળભળાટ મચી ગયો છે.
પ્રાપ્ત માહિતી મુજબ રાજપીપલા નગરપાલિકામાં ભાજપ શાસન છે અને પાલિકામાં અવારનવાર વિવાદ થયા કરે છે ત્યારે આજે વોર્ડ -5 ના ચૂંટાયેલા સભ્ય પ્રજ્ઞેશ રામીએ પાલિકા સભ્ય પદેથી રાજીનામુ આપી દીધું છે પ્રજ્ઞેશ રામીના જણાવ્યા મુજબ તેમની કામ કરવાની પદ્ધતિથી ભાજપને નુકશાન થાય તેમ હોવાથી રાજીનામુ આપ્યું છે જોકે પાલિકા પ્રમુખ આ રાજીનામુ સ્વીકારે છે કે કેમ તે પણ એક પ્રશ્ન છે . સૂત્રોના જણાવ્યા મુજબ પ્રજ્ઞેશ રામીએ ભાજપના સભ્યપદેથી પણ રાજીનામુ આપી દીધું છે.
(10:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
