News of Tuesday, 15th April 2025
અમદાવાદના શાહીબાગમાં ફોરેન પોસ્ટ ઓફિસમાં તાંબાના બારના બહાને દાણચોરી ! પાર્સલમાં સોનાના બિસ્કિટ નીકળ્યા
કંપનીએ આયાત કરેલા પાર્સલમાં સ્ક્રિનિંગમાં ભાંડો ફૂટ્યો :50 ગ્રામનું એક એવા 24 લાખની કિંમતના પાંચ સોનાના બિસ્કિટ મળ્યા

અમદાવાદ: શાહીબાગ ખાતેની ફોરેન પોસ્ટ ઓફિસમાં એક પાર્સલ આવ્યું હતું. જેમાં તાંબાના બાર હોવાનું ડેકલેરેશન કરવામાં આવ્યું હતું. અમદાવાદની એક કંપની દ્વારા આયાત કરવામાં આવેલા આ પર્સલનું જ્યારે એક્સરે મશીનમાં સ્ક્રીનિંગ કરવામાં આવ્યું ત્યારે તેમાં સોનાના પાંચ બિસ્કીટ મળી આવ્યા હતા. 50 ગ્રામનું એક એવા પાંચ સોનાના બિસ્કીટનું વજન 250 ગ્રામ અને તેની કિંમત 24 લાખ રૂપિયા જેટલી થાય છે. હવે આયાત કરનાર કંપની અને મોકલનારની ક્સ્ટમ્સમની ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
(10:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
