<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th April 2025

કોંગ્રેસ કેટલાક જિલ્લાઓમાં પ્રમુખ તરીકે મહિલાઓને તક આપી શકે :સાંસદ ગેનીબેન ઠાકોરનું મોટું નિવેદન

જ્યાં પણ તમે નેતૃત્વ કરવા માંગો છો ત્યાં જ તમારું રેસિડેન્ટ હોવું જોઈએ. અને ત્યાં જ લોકો સાથે તમારો કાયમી વ્યવહાર અને એમની સાથે તાલમેલ હોવો જોઈએ

બનાસકાંઠાના સાસંદ ગેનીબેન ઠાકોરણું મોટું નિવેદન આવ્યું છે તેણીએ કહ્યું કે કેટલાક જિલ્લામાં કોંગ્રેસ પ્રમુખ પદે મહિલાઓને તક મળી શકે છે વધુમાં જણાવ્યું હતું કે  તેવું પણ સામે આવ્યું છે. અને જે લોકો વિસ્તારમાં નથી રહેતા ધારો કે કોઈ મોટા શહેરમાં ધંધા બિઝનેસ અર્થે રહેતા હોય અને ચૂંટણી લડવા પૂરતા પોતાના વિસ્તારમાં જતા હોય તો એમના માટે પણ એક રેડ સિગ્નલ સમાન એમને કીધું કે જ્યાં પણ તમે નેતૃત્વ કરવા માંગો છો ત્યાં જ તમારું રેસિડેન્ટ હોવું જોઈએ. અને ત્યાં જ લોકો સાથે તમારો કાયમી એક રોજમદાર વ્યવહાર તરીકે એમની સાથે તાલમેલ હોવો જોઈએ.

રાહુલ ગાંધીનું નિવેદન સામે આવ્યું કે, આપણે અંદરો અંદર નહીં ભાજપ સાથે સ્પર્ધા કરવાની છે. તો મજબૂત બનતા નેતાઓને પણ પાડી દેવાનો નહીં પરંતુ વધુ મજબૂત કરવાનો પ્રયાસ કરો. જિલ્લા પ્રમુખ બની ત્યાના સંગઠનને વધુ મજબૂત બનાવો. જિલ્લા સંગઠન મજબૂત થશે તો જ કોંગ્રેસ રાજ્યમાં મજબૂત થશે. 33 જિલ્લા અને મનપામાં શું આપણે એક એક મજબૂત નેતા ન શોધી શકીએ? નેતાઓ જમીન સાથે જોડાયેલા હોવા જોઇએ.

(10:58 AM IST)