News of Wednesday, 16th April 2025
ગુજરાત ક્વિન સહિતની ટ્રેનો હવે સુરતમાં થોભશે:ઉધના રેલ્વે સ્ટેશનનું પ્લેટફોર્મ નં-1 અવર-જવર માટે 4 મહિના બંધ રહેશે
7 ટ્રેનોના સ્ટોપેજ 120 દિવસ માટે મોકૂફ : ઉધના રેલવે સ્ટેશન રિ-ડેવલપમેન્ટની કામગીરી પુરજોશમાં :પ્લેટફોર્મ નંબર એક પર કોનકોર્સ માટે પિલર ઊભા કરવાની કામગીરી શરૂ

સુરતના ઉધના રેલવે સ્ટેશન પર કોનકોર્સની કામગીરી માટે પ્લેટફોર્મ નંબર એક મુસાફરોની અવરજવર માટે 120 દિવસ બંધ કરી દેવાયું છે. 15મી એપ્રિલને મંગળવારથી જ પ્લેટફોર્મ બંધ કરી દેવાયું છે. હવે પ્લેટફોર્મ નંબર એક પર થોભતી ટ્રેનોને પ્લેટફોર્મ નંબર બે, ત્રણ, ચાર અથવા પાંચ પરથી દોડાવાશે. જ્યારે ગુજરાત ક્વિન, ફ્લાઈંગ રાણી, સૌરાષ્ટ્ર એક્સપ્રેસ સહિતની 7 ટ્રેનો આગામી 120 દિવસ સુધી ઉધના સ્ટેશને થોભશે નહીં. આ ટ્રેનો ફક્ત સુરત રેલવે સ્ટેશન પર થોભશે. હવે ઉધનાનું પ્લેટફોર્મ નંબર એક મુસાફરોની અવરજવર માટે 15મી જૂનના રોજ ફરીથી શરૂ કરાશે.
સુરત શહેરમાં ઉધના રેલવે સ્ટેશન રિ-ડેવલપમેન્ટની કામગીરી જોરશોરથી ચાલી રહી છે. બે, ત્રણ અને ચાર નંબરના પ્લેટફોર્મ પર કોનકોર્સ માટે પિલર ઊભા કરવા સહિતની કામગીરી કરાયા બાદ હવે પ્લેટફોર્મ નંબર એક પર કોનકોર્સ માટે પિલર ઊભા કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેને પગલે ઉધના સ્ટેશનનું પ્લેટફોર્મ નંબર એક આગામી 120 દિવસ માટે બંધ કરી દેવાયું છે. આગામી 15મી જૂન સુધી પ્લેટફોર્મ નંબર એક મુસાફરો માટે બંધ રહેશે. હવે પ્લેટફોર્મ નંબર એક પર થોભતી ટ્રેનોને અન્ય પ્લેટફોર્મ પર શિફ્ટ કરવામાં આવી છે. જ્યારે 7 ટ્રેનોના સ્ટોપેજ 120 દિવસ માટે મોકૂફ રાખવામાં આવ્યા છે.
આ ટ્રેનો 120 દિવસ માટે ઉધના રેલ્વે સ્ટેશનને બદલે સુરતથી રવાના કરવામાં આવશે
19033- ગુજરાત ક્વિન
12921- ફલાઇંગ રાણી
59049- વલસાડ- વિરમગામ
19101- વિરાર ભરૂચ મેમુ
19015 - સૌરાષ્ટ્ર એક્સપ્રેસ
69151 - વલસાડ સુરત મેમુ
19417 - બોરીવલ્લી - વટવા
12921 - સુરત - મુંબઈ સેન્ટ્રલ ફ્લાઈંગ રાણી
રવિવારે ઉધના-જયનગર ટ્રેન ઉપડયા બાદ પણ મુસાફરોની ભારે ભીડ હોવાથી રેલવેતંત્ર દ્વારા ઉધના-દાનાપુર ટ્રેન સ્પેશિયલ ટ્રેન દોડાવવાની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ આ સ્પેશિયલ ટ્રેન માટે જે ટ્રેનના કોચ ઉપયોગમાં લેવાના હતા, તે ટ્રેન મોડી પડતાં રેલવેએ વધારાનો એક રેક તૈયાર કર્યો છે. રેલવેએ ઉધના-દાનાપુર ટ્રેનને ICF કોચ સાથે દોડાવવા નિર્ણય લીધો છે.
તેમજ આ ICF કોચ સાથેનો રેક સુરત આવી પહોંચ્યો છે. એક વધારાનો કોચ ફાળવાતા સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં રાહત થઈ જશે. કેમકે, ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ તરફ જતી ટ્રેનો પરત આવતી વખતે મોડી પડી રહી છે. તેથી અહીંયાથી જનારી ટ્રેનોને મોડી દોડાવવી પડી રહી છે. ત્યારે વધારાના કોચ સાથે સ્પેશિયલ ટ્રેન સમયસર દોડાવવામાં ઉપયોગી સાબિત થશે.
(1:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
