<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th April 2025

અમદાવાદ શહેરમાં તપોવન સર્કલ પાસે ફૂલ સ્પીડમાં જઇ રહેલી કારે બાઇકને ફંગોળી : હિના પંચાલ નામની 25 વર્ષીય યુવતીનું ઘટનાસ્થળે જ મોત

આરોપીને કડકમાં કડક સજા થવી જોઈએ, અમારા ઘરનો ચિરાગ બુઝાયો , હવે અમે આ ઉંમરે એકલા થઈ ગયા છે. અમને ન્યાય મળવો જોઈએ : મૃતક દીકરીના પિતા

અમદાવાદ તા.૧૬ :અમદાવાદ શહેરમાં વધુ અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં તપોવન સર્કલ પાસે ફૂલ સ્પીડમાં જઇ રહેલી કારે બાઇકને ફંગોળી હતી. જેમાં હિના પંચાલ નામની 25 વર્ષીય યુવતીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. અડાલજ પોલીસે ગુનો નોંધી અકસ્માત કરનાર કાર ચાલક મોહિત ગુપ્તાની પોલીસે ધરપકડ કરી છે. હિના પોતાની નોકરી પતાવીને ગાંધીનગરથી પરત ઘરે ચાંદખેડા ફરી રહી હતી.

કાર ચાલકે જણાવ્યું કે, ઊંઘ આવી જતાં અકસ્માત સર્જાયો હતો. કાર ચાલક મોહિત મેરેજ ઇવેન્ટનું કામ કરે છે અને તે સાઉથ બોપલમાં રહે છે. મૃતક દીકરીના પિતાએ જણાવ્યું છે કે, આરોપીને કડકમાં કડક સજા થવી જોઈએ. અમારા ઘરનો ચિરાગ બુઝાયો છે. હવે અમે આ ઉંમરે એકલા થઈ ગયા છે. અમને ન્યાય મળવો જોઈએ. અકસ્માત બાદ આસપાસના રિક્ષાવાળા અને હોટલવાળા હોસ્પિટલ લઈ ગયા હતા. પરંતુ ઘટના પર જ તેનું મૃત્યુ થયું હતું.

(4:39 PM IST)