News of Wednesday, 16th April 2025
હવે નકલી હોસ્પિટલ ઝડપાઇ : ગોધરામાં ધમધમતી હોસ્પિટલમાં કોઈપણ ડિગ્રી વિનાનો તબીબ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતો
પોલીસે એલોપેથિક દવાઓ અને ઇન્સ્ટ્રુમેન્ટ મળી કુલ રૂ.3.86 લાખનો મુદ્દામાલ જપ્ત કરી બોગસ તબીબીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી

અમદાવાદ : રાજ્યમાં ન્કલીની ભરમાળ વચ્ચે નકલી કોર્ટ, પોલીસકર્મી, ડૉક્ટર સહિતના નકલી વચ્ચે પંચમહાલના ગોધરા શહેરમાંથી નકલી હોસ્પિટલ ઝડપાઈ છે જેમાં કોઈપણ પ્રકારની ડિગ્રી વગર બોગસ તબીબ દ્વારા ખોટી રીતે હોસ્પિટલ ખોલીને લોકોના સ્વાસ્થ્ય સાથે ખીલવાડ કરવામાં આવતો હતો. શહેરમાં બોગસ હોસ્પિટલની જાણકારી મળતા મોડિકલ ઓફિસર અને પોલીસની સંયુક્ત ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં પોલીસે એલોપેથિક દવાઓ અને ઇન્સ્ટ્રુમેન્ટ મળી કુલ રૂ.3.86 લાખનો મુદ્દામાલ જપ્ત કરી બોગસ તબીબીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પંચમહાના મુખ્ય મથક ગોધરાથી બોગસ તબીબ ઝડપાયો હોવાના સમાચાર સામે આવ્યા છે. ગોધરા SOGએ છેલ્લા ઘણા વર્ષોથી ભૂરાવાવ વિસ્તારમાં ચાલતી આસ્થા હોસ્પિટલમાંથી બોગસ તબીબને ઝડપી પાડ્યો છે.સંદીપ દત્તાત્રેય ભીડે નામનો બોગસ તબીબ ડૉ. સિદ્ધિ ભીડે ના નામે નકલી હોસ્પિટલ ચલાવતો હતો. આ નકલી હોસ્પિટલમાં ખૂબ જ મોટી સંખ્યા માં દર્દીઓ અહીં સારવાર કરાવતા હતા. દર્દીઓને સારવાર માટે બેડ સહિતની સુવિધાઓ ધરાવતી હોસ્પિટલ આ બોગસ તબીબ ચલાવતો હતો. ગોધરા SOGએ રૂપિયા 3,86,843ની એલોપેથી દવાઓ અને ઇન્સ્ટ્રુમેન્ટ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પંચમહાલના ગોધરા શહેરમાંથી કોઈપણ પ્રકારની માન્યતા પ્રાપ્ત ડિગ્રી વગર ગેરકાયદેસર રીતે હોસ્પિટલ ચાલતી હતી. જેમાં ગોધરા શહેરના ભુરાવાવ વિસ્તારમાં સંદીપ ભીડે નામનો વ્યક્તિ કોઈપણ પ્રકારની તબીબી ડીગ્રી વગર આસ્થા નામની હોસ્પિટલ ચલાવી રહ્યો હતો. પંચમહાલ એસ.ઓ.જી પોલીસ અને ગોધરાના જનરલ હોસ્પિટલના મેડિકલ ઓફિસરની સંયુક્ત તપાસ કરવામાં આવી હતી. પોલીસ અને મેડિકલ ઓફિસરની તપાસ દરમિયાન કોઈપણ પ્રકારના લાયસન્સ વગર હોસ્પિટલમાં ચાલતી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે મેડિકલ પ્રેક્ટિસ એક્ટ 1963ની કલમ 30 મુજબ ફરિયાદ નોંધીને એલોપેથિક દવાઓ અને ઇન્સ્ટ્રુમેન્ટ મળી કુલ રૂ.3,86,843નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જેમાં ગોધરા શહેર બી ડિવિઝન પોલીસે સંદીપ ભીડે નામના બોગસ તબીબ ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
(7:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
