<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th April 2025

અમદાવાદના સોલા બ્રિજ પર હિટ એન્ડ રનમાં કૃષિ વિભાગની ક્લાસ-2 મહિલા અધિકારી શગુફતા ખોખરનું ઘટના સ્થળે મોત

ઓફિસની ફરજ પૂર્ણ કરી એક્ટિવા પર ઘરે ગાંધીનગર જતા હતા ત્યારે અજાણ્યા વાહનચાલકે પૂરઝડપે ટક્કર મારી : અકસ્માત બાદ વાહનચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો

અમદાવાદ : અમદાવાદના સોલા બ્રિજ પર થયેલા અકસ્માતમાં કૃષિ વિભાગની ક્લાસ-2 મહિલા અધિકારી શગુફતા ખોખરનું ઘટના સ્થળે જ દુર્ઘટનાજનક મૃત્યુ નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ, શગુફતા ખોખર ગુજરાત ઓર્ગેનિક પ્રોડક્ટ સર્ટિફિકેશન એજન્સીમાં મદદનીશ નિયામક તરીકે ફરજ બજાવતા હતા. તેઓ ઓફિસની ફરજ પૂર્ણ કરી એક્ટિવા પર ઘરે ગાંધીનગર જઇ રહ્યા હતા ત્યારે અજાણ્યા વાહનચાલકે પૂરઝડપે ટક્કર મારી હતી. અચાનક થયેલી આ ટક્કરથી તેઓ રોડ પર પડી ગયા હતા અને ગંભીર ઈજાઓને લીધે તેમનું મૃત્યુ થયું હતું.

અકસ્માત બાદ વાહનચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. હાલ એસજી-1 ટ્રાફિક પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ હિટ એન્ડ રનનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. નજીકના સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની ઓળખ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. શગુફતા ખોખર એક નમ્ર અને ફરજશીલ અધિકારી તરીકે ઓળખાતા હતા. તેમની અવસાનથી કૃષિ વિભાગ તેમજ સહકર્મચારીઓમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.

 


 

(11:48 PM IST)