<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th April 2025

દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીને હાઇકોર્ટનો ઝટકો :ફ્રેમ થયેલા ચાર્જીસને રદ કરવાની અરજી ફગાવી

ટ્રાયલને વિલંબિત કરવાનો પ્રયાસ અને રિવિઝન અરજી તાર્કિક આધાર વિનાની હોવાનું અવલોકન હાઈકોર્ટે કર્યું

અમદાવાદ :દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીને HCએ ઝટકો આપ્યો છે. જેમાં રિવિઝન અરજી તાર્કિક આધાર વિનાની હોવાનું અવલોકન હાઈકોર્ટે કર્યું છે. આરોપીઓ સામે ફ્રેમ થયેલા ચાર્જીસને રદ કરવાની અરજી ફગાવી દીધી હતી. ટ્રાયલને વિલંબિત કરવાનો પ્રયાસ હોવાનું અવલોકન હાઈકોર્ટે કર્યું હતું.

સ્પેશિયલ કોર્ટે યોગ્ય રીતે ચાર્જની કામગીરી કરી હોવાનું હાઈકોર્ટે કહ્યું હતું. દૂધસાગર ડેરીના ફંડનો દુરુપયોગ સ્પષ્ટ રીતે દેખાય છે, એમ ણ હાઈકોર્ટે કહ્યું હતું. HCએ અરજદારના વકીલની વચગાળાની રાહતની માગ પણ ફગાવી દીધી હતી. તે સિવાય હાઈકોર્ટે રિવિઝન અરજી ફગાવતા રૂ.10 હજારનો દંડ પણ ફટકાર્યો હતો.

(11:54 PM IST)