<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th April 2025

ઊંઝા માર્કેટીંગ યાર્ડમાં ખેડૂત માલની હરાજી મુદ્દે અસમંજસ સર્જાતાં વિવાદ વધુ વકર્યો

માર્કેટયાર્ડ વેપારી એસોસિએશનના હોદ્દેદારોની બેઠક મળી જેમાં સુખદ ઉકેલ આવ્યો

ઊંઝા એપીએએમસીમાં ખેડૂત માલની હરાજી મુદ્દે અસમંજસ સર્જાતાં વિવાદ વકર્યો હતો જેને કારણે બુધવારે બપોર બાદ એપીએમસી ખાતે વહીવટદાર એસ.એન ઝાલા, ઊઝા વેપારી મંડળ અને ઊઝા માર્કેટયાર્ડ વેપારી એસોસિએશનના હોદ્દેદારોની બેઠક મળી હતી જેમાં સુખદ ઉકેલ આવ્યો હતો.

ઊઝા એપીએમસીમાં આજે સવારે ખેડૂત માલની હરાજી મુદ્દે એપીએમસી દ્વારા કરવામાં આવેલી જાહેરાત મુદ્દે વેપારીઓમાં અસમંજ થતા વેપારીઓએ વિરોધનો સૂર નોંધાવ્યો હતો તેમજ કેટલાક વેપારીઓએ ઊઝા ગંજબજાર આવતીકાલે બંધ રાખવાનું પણ નક્કી કરાયું હતું.
જોકે ઊઝા વેપારી મંડળ અને ઊઝા માર્કેટયાર્ડ વેપારી એસોસીએસન દ્વારા સાંજે એપીએમસીના વહીવટદાર સાથે મીટિંગ યોજવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જેને લઈને આજે સાંજે 5 વાગ્યે ઊઝા એપીએમસીના વહીવટદાર એસ.એન ઝાલા, ઊંઝા વેપારી મંડળના પ્રમુખ કનુભાઈ પટેલ તેમજ ઊંઝા માર્કેટયાર્ડ વેપારી એસોસિએશનના પ્રમુખ પીયૂષ પટેલ સહિત હોદેદારોની બેઠક યોજાઈ હતી. આ બેઠક અડધો કલાક ચાલી હતી. જેમાં વેપારીમાં થયેલી ગેરસમજ મુદે સુખદ ઉકેલ આવ્યો હતો. જેથી વેપારીઓએ માર્કેટયાર્ડ રાબેતા મુજબ ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
આ અંગે ઊંઝા વેપારી મંડળના પ્રમુખ કનુભાઇ પટેલે જણાવ્યું હતુ કે, રાબેતા મુજબ માર્કેટ ચાલુ રહેશે. એક જાહેરાત થઈ હતી જે સમજવામાં ગેરસમજ થઈ હતી. જોકે, તેનો ખુલાસો થઈ જતાં ચર્ચાના અંતે બજાર ચાલુ ખવાનો નિર્ણય કરાયો હતો. વેપારી તરીકે ચર્ચા-વિચારણા કરી જેમાં અમને સંતોષ છે.


 

(12:11 AM IST)