<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th April 2025

અંગ્રેજી ગણિત વિજ્ઞાન ટેકનોલોજી જેને ના આવડે તે પશુ સમાન કહેવાય : સાંસદ મનસુખભાઈ વસાવા

સાંસદે એક કાર્યક્રમ બોલ્યા કે હવા પાણી વગર જીવી ના શકાય તેમ ગણિત વિજ્ઞાન અંગ્રેજી નથી આવડતું તેનું જીવન પશુ સમાન છે

( ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લાના ગાજરગોટા ગામમાં એક કાર્યક્રમ હતો જેમાં ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા ઉપસ્થિત રહ્યા હતા અને શિક્ષણ પ્રત્યે શાળાના વિદ્યાર્થીઓનું શિક્ષણ પ્રત્યે સંબોધન કરી રહ્યા હતા.ત્યારે તેમને વિદ્યાર્થીઓને કહ્યું હતું કે તેઓએ જીવનમાં અન્ય વિષયો કરતા ગણિત વિજ્ઞાન અગ્રેજી અને ટેકનોલોજી પર વધુ ધ્યાન આપવું જોઈએ તેમને પોતાના સંબોધનમાં કહ્યું હતું કે અંગ્રેજી ગણિત વિજ્ઞાન ટેકનોલોજી જેને ના આવડે તે પશુ સમાન કહેવાય, તેમને કહ્યું હતું જેમ હવા પાણી વગર જીવી ના શકાય તેમ ગણિત વિજ્ઞાન અંગ્રેજી નથી આવડતું તે પશુ સમાન છે કોઈ ગમે તે કે પરંતુ અંગ્રેજી તો ટકોરા બંધ જ આવડવું જોઈએ ...

   વધુમાં તેઓ જણાવ્યું હતું કે અંગ્રેજી વિજ્ઞાન ગણિત વગર તમે ડગલુ જ નથી ભરી શકવાના, હું તો દરેક જગ્યાએ કહું છું કે જેમ માણસ હવા પાણી વગર જીવી નથી શકતો ત્યારે આવનારો સમય એવો આવવાનો છે. જેની પાસે અંગ્રેજીનું જ્ઞાન નથી ગણિત ટેકનોલોજીનું જ્ઞાન નથી એ જીવનમાં જીવી નથી શકવાના એ પશુ બરાબર છે.ભલે તમે ગ્રેજ્યુએટ થશો પણ અંગ્રેજી ગણિત વિજ્ઞાન વગર તમે ચાલી નહીં શકો અંગ્રેજી તો પાવરફૂલ રાખવાનું છે.
   આપણા વિદ્યાર્થીઓ ગણિત વિજ્ઞાનના થોડા નબળા છે ક્યાંક ચાલી જાય પરંતુ અંગ્રેજી તો ટકોરા બંધ આવડવું જોઈએ જેને અંગ્રેજી નું જ્ઞાન છે દુનિયામાં ક્યાંય પાછળ નથી પડવાનો પોપટની જેમ અંગ્રેજી આવડવું જોઈએ, શિક્ષણ ક્ષેત્રે આગળ આવવું  હોય તો અંગ્રેજી ગણિત અને વિજ્ઞાન ભણવું જરૂરી અને અંગ્રેજી તો ખાસ આવડવું જોઈએ કારણ કે દુનિયામાં ક્યાંય જવું હશે તો અંગ્રેજી ભાષાનું જ્ઞાન હોવું જરૂરી છે તેમ સાંસદ મનસુખભાઈ  વસાવા જણાવ્યું હતું.

(12:32 AM IST)