News of Thursday, 17th April 2025
રાજપીપળા નગરપાલિકા નગરસેવક અને ભાજપના સક્રિય સદસ્યના રાજીનામાનો થયો અસ્વીકાર
પ્રગ્નેશ રામી ભાજપના કાર્યકર અને પાલિકા સદસ્ય પદે ચાલુ રહેશે : જિલ્લા પ્રમુખ નીલ રાવ, પાલિકા પ્રમુખ ધર્મિષ્ઠાબેન પટેલ :વોર્ડ નંબર ૫માં સારી કામગીરી હોવાથી રાજીનામું સ્વીકાર્યું નથી : પાલિકા પ્રમુખ

( ભરત શાહ દ્વારા ) નર્મદા: રાજપીપળા નગરપાલિકાના વોર્ડ નંબર 5 ના ચૂંટાયેલા ભાજપ ના સદસ્ય પ્રગ્નેશ રામીએ નગરપાલિકાના સભ્યપદેથી અને ભાજપના સભ્ય પદેથી રાજીનામુ આપતા ખળભળાટ મચી ગયો હતો. જોકે બીજે દિવસે ભાજપ ના યુવા પ્રમુખ નીલ રાવ સાથે વાટાઘાટ ના અંતે રાજીનામુ નહી સ્વીકારતા પ્રગ્નેશ રામી પુનઃ સદસ્ય પદે ભાજપની કામગીરીમાં દોડતા થશે.
રાજપીપલા શહેર ભાજપમાં સક્રિય સભ્ય એવા યુવા ભાજપના કાર્યકરની કામગીરી જોઈને ભાજપે ટિકિટ આપી હોય.અચાનક કોઈ નારાજગીના કારણે પ્રગ્નેશ રામીએ રાજીનામું આપી દેતા ભાજપની પાલિકાની શાસન પર અનેક પ્રશ્નો ઉભા થયા હતા. ત્યારે બીજે દિવસે ભાજપના જિલ્લા પ્રમુખ નીલ રાવ દ્વારા તેની નારાજગી ના પ્રશ્નોને હલ કરતા પ્રગ્નેશ રામીની નારાજગી દૂર થઈ માટે ભાજપ પ્રમુખ નીલ રાવે તેમના રાજીનામાનો સ્વીકાર કર્યો નથી ત્યારે બીજી બાજુ પાલિકા પ્રમુખ ધર્મિષ્ઠાબેન પટેલે પણ આવા કર્મનિષ્ઠ સદસ્યનું રાજીનામુ સ્વીકારાય નહીં તેમ કહી પાલિકાના પ્રમુખે પણ સદસ્યને સમજાવતા હવે પાલિકામાં સભ્યની નારાજગી દૂર થઈ અને પુનઃ યથાવત સભ્યો કામગીરી માં લાગી ગયા છે.
(12:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
