News of Thursday, 17th April 2025
રાજપીપળા DGVCL દ્વારા ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખની હોસ્પિટલ-ઘર પર સ્માર્ટ મીટર લગાવાયા
ધારાસભ્ય ડો.દેશમુખે સ્માર્ટ મીટરમાં કોઇ વધારાનું બિલ નથી આવતું અને કોઇ શંકા જણાઈ તો વીજ કંપનીને જાણ કરો તો નિરાકરણ આવી શકે છે માટે દરેક એ સ્માર્ટ મીટર લગાવવા જોઈએ તેવો સંદેશ આપ્યો

(ભરત શાહ દ્વારા ) નર્મદા: રાજપીપળા DGVCL દ્વારા ધડસભ્ય ડો. દર્શનાબેન દેશમુખની હોપિટલ અને ઘરે સ્માર્ટ મીટર ઇન્સ્ટોલ કરવામાં આવ્યું.
આ બાબતે નાંદોદ ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખે જણાવ્યું હતું કે, સ્માર્ટ મીટર લગાડવાથી પ્રિ-પેઈડ અને પોસ્ટ-પેઈડની જેમ આપણે મોબાઇલમાં રીચાર્જ કરીએ છે એવી રીતે જ રિચાર્જ કરી શકાશે. લાઈટ બિલ પણ સરળતાથી ભરી શકાશે. પ્લે-સ્ટોર એપ્લીકેશન દ્વારા ગ્રાહક પોતાની આઇડી દ્વારા સરળતાથી વીજ વપરાશની માહિતી જોઇ શકશે. સ્માર્ટ મીટર લગાડવા માટે બીજા વીજ ગ્રાહકોને અપીલ કરું છું અને તેમણે વધુમાં જણાવ્યું કે હવેથી આપણો વપરાશ કે લોડિંગ કેટલું છે તે જાણી શકાશે આ સ્માર્ટ મીટર લગાડવાથી લોકોને ઘણો ફાયદો થશે.વીજળીનો દૂરઉપયોગ પણ ઓછો થશે તેમ જણાવી DGVCL ના કર્મચારીઓને પ્રોત્સાહિત કરીને તેમણે કરેલી કામગીરીની સરાહના કરી હતી.
કાર્યપાલ ઈજનેર DGVCL વિભાગીય કચેરીના બી.પી. પટેલે જણાવ્યું હતું કે, આજે ૧૬મી એપ્રિલે અમે ધારાસભ્ય દર્શનાબેન દેશમુખનાં ઘરે સ્માર્ટ મીટર લગાડવામાં આવ્યા છે આ મીટર ગ્રાહકોને વપરાશ ના આધારે તેમાં પોસ્ટપેઈડ અને પ્રિ -પેઈડ એમ બે રીતે વીજળીનું બિલ ભરી શકશે. સ્માર્ટમીટરમાં વિશ્વનિયતા અને પારદર્શિતા છે એ પણ ખબર પડશે, આ સ્માર્ટ મીટરની અંદર ગ્રાહક કેટલો વીજ વપરાશ કરે છે એ પણ ખબર પડશે. પહેલા લાઈટ બિલ બે મહિના પછી આવતું હતું જે હવે દર મહિને આવશે. પ્રિ -પેઈડ રિચાર્જ કરવાથી બે ટકાનું વળતર લાઈટ બિલ માં મળશે અને મોબાઇલમાં મેસેજ પણ આવી જશે, અમારા વીજ ગ્રાહકોને નમ્ર અપીલ કરૂં છું કે, તમે પણ તમારૂં સ્માર્ટ મીટર ઘર-વ્યવસાયના સ્થળે ઇન્સ્ટોલ કરાવીને સુગમતા-સરળતાવાળી સુવિધા કરી લેવા નમ્ર અપિલ કરી હતી
(12:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
