તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 17th April 2025
પાટલામહુ ગામ પાસેથી એક્ટિવા ગાડી પર લવાતો અંગ્રેજી દારૂ ઝડપી પાડતી એલસીબી, નર્મદા
મહારાષ્ટ્રથી ગુજરાત માં લેવાતા કુલ રૂ.૫૧.૮૭૫ના મુદામાલ સાથે એક શખ્શને ઝડપી પાડ્યો

(ભરત શાહ દ્વારા ) નર્મદા :નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના પાટલામહુ ગામ પાસેથી એલસીબી નર્મદાએ એક્ટિવા પર લવાતા અંગ્રેજી દારૂના જથ્થા સાથે એક વ્યક્તિને પકડી પાડ્યો હતો
મળતી માહિતી અનુસાર નર્મદા એકસીબી ટીમ સાગબારા તરફ પેટ્રોલિંગ માં હતી ત્યારે મળેલી બાતમીના આધારે પાટલામહુ ગામ પાસે નાકાબંધી કરતા ત્યાથી એક્ટિવા લઈ જતા પરમેસભાઈ કિશનભાઈ પાડવી( ઉ.વ.આ ૨૦ ) (રહે . સેલટા પાણી , તા અંક્કલકુવા, જી નં દુરબાર ( મહારાષ્ટ્ર) નાઓ તેના કબજાની કાળા કલરની એક્ટીવા ગાડી પર ભારતીય બનાવટની ઇંગ્લીસ દારૂ સૌફના ૯૦ મીલીના પ્લાસ્ટીકના સીલબંધ બોટલ નગ ૧૦૦ કિમત રૂપીયા ૫,૦૦૦ તથા કિંગફીસર બીયર ના ૫૦૦ મીલીના સીલબંધ ટીન નંગ ૯૫ કિમત રૂપીયા ૧૧,૮૭૫ મળી કુલ બોટલ અને ટીન બોટલ નગ ૧૯૫ કુલ કિંમત રૂપીયા ૧૬,૮૭૫ ના પ્રોહી મુદ્દામાલના જથ્થો તેમજ મોબાઇલ ફોન નંગ ૧ કિમત રૂ પીયા ૫૦૦૦ તથા એક્ટીવા ગાડી કિંમત રૂપીયા ૩૦,૦૦૦ મળી કુલ ૫૧.૮૭૫ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ગુનો દાખલ કર્યો છે.
(12:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
