<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th April 2025

મહેશ વસાવા જેવા સાત જન્મ લે તો પણ ભાજપ કે RSSની વિચારધારાને નુકસાન કરી શકે નહીં : સાંસદ મનસુખ વસાવા

મહેશ વસાવા ભાજપમાં જોડાયા પણ ભાજપની વિચારધારા સમજી શક્યા નથી : સાંસદની ટકોર

( ભરત શાહ દ્વારા ) નર્મદા:આંબેડકર જયંતિના દિવસે ડેડીયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ સી. વસાવાએ ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામુ આપ્યું હતું. જે બાબતે તેમણે જણાવ્યું હતું જે ભાજપની વિચારધારા સાથે અમારો મેળ નથી પડતો. ભાજપને અને કોંગ્રેસને અમે વર્ષોથી જાણીએ છીએ છોટુભાઈની આદિવાસીઓ માટેની લડત અમે વર્ષો થી લડતા રહ્યા છે.  

   મહેશ વસાવા પારિવારિક વાત કરી જણાવ્યું હતું કે કુટુંબમાં કલહ હોય પાર્ટીઓમાં ઝઘડા થાય એ સ્વાભાવિક છે. ત્યારે કોઈનો સહારો લેવો પડતો હોય છે એટલે અમે ભાજપામાં જોડાયા હતા, પાર્ટીમાં જોડાઈને અમે જોયું પણ વિકાસ બાબતે એમાં ભાજપ ખરૂ ઉતર્યું નથી. અમારા વિસ્તારમાં સિંચાઈ માટે નર્મદા અને તાપી નદી એ અમારી મા છે.જેનું પાણી સૌરાષ્ટ્ર અને કચ્છ સુધી જાય છે. પણ ઉમરગામ થી અંબાજી સુધીના અંદરના તાલુકાઓને પાણી નથી મળતું એ અમારી માંગ હતી. નર્મદા અને તાપીની વચ્ચે ડેડીયાપાડા, સાગબારા, નેત્રંગ, વાલીયાં, ઝગડીયાં, માંગરોળ સોનગઢ આ બધાં તાલુકા આવે છે જેને પીવાનું પાણી નથી મળતું એની રજૂઆત અમે કરી હતી. એટલે અમે મનસુખભાઈ ને જીતાડવા ગયા હતા.પણ ભાજપે કાઈ કર્યું નહીં એટલે રાજીનામું આપવાની ફરજ પડી મનસુખભાઈ ને એમ  લાગતું હશે કે થોડોસમય થોભે તો એમને હોદ્દો મળે પણ મને હોદ્દાની પડી નથી. અમને ઘણા હોદ્દા મળ્યા છે
બીટીપી ના અધ્યક્ષ બન્યા, અમે બીટીપી બનાવ્યું, અમે ભીલીસ્તાન વિકાસ મોરચા બનાવ્યું અમે સંઘર્ષ કરીને લડયા છીએ, ભાજપ છોડ્યા પછી અમે લોકો માટે કામ કરતા રહીશું, લોકો માટે સિંચાઈ, શિક્ષણ, આરોગ્ય, રોજગારી ના પ્રશ્નો ઉઠાવતા રહીશું
 જ્યારે તેની સામે ભાજપ સંસદ મનસુખ વસાવા એ પ્રતિક્રિયા આપતા કહ્યું કે  મહેશભાઈનું રાજીનામાંનું ઉતાવળીયું પગલું છે. અમે ભાજપના આગેવાનો ભેગા થઈ જ્યારે ભાજપ માં જોડાવાની વાત આવી ત્યારે મહેશ વસાવા ને સ્પષ્ટ કહ્યું હતું કે ભાજપ ની વિચારધાર ને સાથે લઈ કામગીરી કરવી પડશે પણ ભાજપની વિચારધારા સાથે તેઓ સેટ થયા નહીં અને ભાજપ છોડવાની ઉતાવળ કરી, UCC અને વકફ બોર્ડ ને લઈને કાયદો રાષ્ટ્રના હિતમાં લેવાતો હોય જ્યાં એક જિલ્લામાં બેઠા તેમને શું વાંધો હોય, એમાં પણ સ્પષ્ટ કહેવામાં આવે છે કે આદિવાસી, દલિત ઓબીસી કે મેનોરિટી ને નુકસાન નહીં થાય છતાં આવી કેટલીક બાબતો ને લઈને નારાજગી દેખાતી હતી અને રાજીનામા માં ભાજપ અને RSS ની વિચારધારા ને ખતમ કરવાની વાત કરી છે.તો ભાજપ અને RSS ની વિચારધારા સાત જન્મ લે તો પણ ના તૂટે અને આવું વિચારવા વાળા રાજકીય આગેવાનો અને ભલ ભલી પાર્ટીઓ ખલાસ થઈ ગઈ છે તેમ કહી સાંસદ મનસુખ વસાવા એ પણ તીખી પ્રતિક્રિયા આપી હતી.


 

(12:45 AM IST)