<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th April 2025

નર્મદા પરીક્રમા માટે બીજેપી જિલ્લા પ્રમુખે 100 થી વધુ ભાજપ કાર્યકરોને જવાબદારી સોંપી

નર્મદા પરીક્રમાના રૂટ પર તંત્રનાં અધિકારીઓ સાથે ભાજપના 5, 5 કાર્યકરો અલગ અલગ પોઇન્ટ પર મદદ માટે હાજર રહેશે

( ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા પરીક્રમા દરમિયાન શનિવારે અચાનક લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડતા અવ્યવસ્થા સર્જાઈ હતી.આ ઘટના બાદ આવનારા સમયમાં બીજી વાર આમ ન બને એ માટે નર્મદા ભાજપ જિલ્લા પ્રમુખ નીલ રાવે તંત્ર સાથે સંકલન કરી ભાજપના કાર્યકરોની એક બેઠક બોલાવી હતી.
   નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવે પરિક્રમના રૂટ પર આવતા પોઇન્ટ પર 5-5 ભાજપના કાર્યકારોની ટીમ મુકી દીધી છે, કુલ 100 થી વધુ ભાજપ કાર્યકરો જ્યાં સુધી પરીક્રમા પુર્ણ ન થાય ત્યાં સુધી તંત્ર સાથે રહી લોકોને મદદ કરશે.
નીલ રાવે જણાવ્યું હતું કે અમે ભદામ, રુંઢ, લાછરસ એન્ટ્રી પોઇન્ટ ખુલ્લો કરવા, સમારીયા રસ્તો પિચિંગ કરી ખુલ્લો કરવા, ધનેશ્વર મહાદેવ રોડ, ગોપાલેશ્વર મહાદેવ રોડ, રેંગણ ઘાટ, નાવડીમાં વેઈટીંગ એરિયા પર, કપિલેશ્વર મહાદેવ વાસણ ઘાટ પર, અવધૂત આશ્રમ ગુવાર પર પાણીની પરબ મુકવા તથા સિનિયર સિટીઝનોની અલગ લાઈન કરવા, નાવડીઓમાં વધારો કરવા, બહેનો માટે શૌચાલયોમાં વધારો કરવા, નાવડી પાસે સુરક્ષા વધારવા, રાત્રે 7 કલાકે લાઈટો ચાલુ કરવા, જેટી પાસે સ્ટેન્ડમાં વધારો કરવા તથા જી.આર.ડી પોઇન્ટ મુકવા બાબતે તંત્રને સુચનો કર્યા છે.આ સુચનોનો અમલ થાય તો ગમે તેવી કપરી સ્થિતિમાં પણ લોકો સારી રીતે પરીક્રમા કરી શકે, અને વહીવટીતંત્ર પણ લોકોની સેવા કરી શકે.
 પરિક્રમાની શરૂઆત થી રામપરા કીડી મંકોડી ઘાટ પર બનાવેલા હંગામી બાથરૂમ અને સ્નાન માટે ના ફુવારામાં અતિશય દુર્ગંધ મારતી હોવાની બૂમ સંભળાઈ છે તેમાં સ્નાન કરનાર શ્રદ્ધાળુઓ પણ આ જગ્યાનો હવે ઉપયોગ કરતા નથી તો ત્યાં સાફ સફાઈ નિયમિત કરાઈ તેવી શ્રદ્ધાળુઓ ની માંગ છે.


 

(12:55 AM IST)