તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Thursday, 17th April 2025
રાજપીપળા : સમાજનું ગૌરવ વધારનાર વાલ્મિકી સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન કરાયું

( ભરત શાહ દ્વારા ) નર્મદા: ડૉ. બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે વાલ્મિકી વાસ નવયુવક મંડળ દ્વારા આયોજિત કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કાર્ય કરી સમાજનું ગૌરવ વધારનાર વાલ્મિકી સમાજના તેજસ્વી તારલાઓને સન્માનિત કરી ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી.સાથે કેક કાપી ઉજવણી કરી હતી. જેમાં જિલ્લા ભાજપ જિલ્લા પ્રમુખ નીલભાઈ રાવ, શહેર ભાજપ પ્રમુખ અજીતભાઈ પરીખ, નગરપાલિકા ના કારોબારી ચેરમેન કુલદીપસિંહ ગોહિલ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
(12:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
