News of Thursday, 17th April 2025
કાળા ઘોડા પાસેથી ચોરી થયેલ રીક્ષાને ગણતરીના કલાકોમા ચોર સાથે શોધી કાઢતી રાજપીપલા પોલીસ

( ભરત શાહ દ્વારા ) નર્મદા:પ્રશાંત સુંબે પોલીસ અધિક્ષક, નર્મદા નાઓએ ખાનગી બાતમીદારોનુ નેટવર્ક ઉભુ કરી મિલકત સંબંધી ગુનાઓ કરતા શખ્શોને શોધી પાડી તેમના વિરુધ્ધમા કાયદેસરની કાર્યવાહી કરવા જરૂરી સુચનાઓ આપેલ હોય જે સુચનાઓ અનુસંધાને લોકેશ યાદવ, મદદનીશ પોલીસ અધિક્ષક, રાજપીપલા નાઓના સીધા માર્ગદર્શન હેઠળ રાજપીપલા પોલીસ સ્ટેશનમા તા.૧૨/૦૪/૨૦૨૫ ના રોજ ઇ-એફ.આઇ.આર નોંધાઈ જેમાં રાજપીપલા કાલા ઘોડા ખાતેથી રીક્ષા કિં.રૂ.૫૦,૦૦૦- ની કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઈ ગયેલ હોય એ મુજબની ફરીયાદ તા.૧૩/૦૪/૨૦૨૫ ના રોજ દાખલ થતા આ અનડીટેક્ટ ચોરી ડીટેક્ટ કરવા રાજપીપલા પોલીસ સ્ટેશનના પીઆઇ વી.કે.ગઢવી તથા રાજપીપલા પોલીસ સ્ટાફના માણસોએ વોચ તપાસમાં રહી દિન-૦૧ મા ચોરીમાં ગયેલ રીક્ષા સાથે ચોરી કરનાર અરવિંદભાઇ મુળજીભાઇ પરમાર( હાલ રહે-સેજપુર, તા.ડેડીયાપાડા જી.નર્મદા મુળ રહે-આવલ તા.અમીરગઢ જી.બનાસકાંઠા) ને પકડી પાડી ચોરીમાં ગયેલ મુદ્દામાલ (રીક્ષા) રીકવર કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે.
(1:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
