<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th April 2025

રાજ્યમાં ડુંગળીનો સૌથી ઉંચો ભાવ ડીસા માર્કેટ યાર્ડમા 480 રૂપિયા બોલાયો : જાણો 20 યાર્ડના ભાવ

ગુજરાતની 20 માર્કેટ યાર્ડમાં કુલ 9,228.50 ટન ડુંગળીની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન ડુંગળીની આવક

અમદાવાદ :આજે ગુજરાતની 20 માર્કેટ યાર્ડમાં કુલ 9,228.50 ટન ડુંગળીની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં ડુંગળીનો સૌથી ઉંચો ભાવ ડીસા માર્કેટ યાર્ડમા 480 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં ડુંગળીનો ઉંચો ભાવ 245 રૂ. અને નીચો ભાવ 55 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય નડિયાદમાં 440 રૂ., બીલીમોરામાં 340 રૂ., અમદાવાદમાં 300 રૂ., કપડવંજમાં 280 રૂ., જામનગરમાં 275 રુ., ગોંડલમાં 241 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 9,228.50 ટન ડુંગળીની આવક થઇ છે.

જિલ્લોઆવક(ટનમાં)ભાવનગર7363.7અમદાવાદ680.3રાજકોટ415.8સુરત320ભરૂચ123.5બનાસકાંઠા94.5જામનગર63.2મહેસાણા48.4દાહોદ32.5આણંદ25.2ખેડા22.8મોરબી21.2વડોદરા9.7નવસારી4.2જૂનાગઢ2.5પોરબંદર1કુલ આવક9,228.50

કયા માર્કેટ યાર્ડમાં ડુંગળીનો શું ભાવ રહ્યો?

માર્કેટ યાર્ડનીચો ભાવઉંચો ભાવડીસા350480નડિયાદ400440બીલીમોરા240340સુરત100340અમદાવાદ200300આણંદ200300અંકલેશ્વર160300દાહોદ40300મહેસાણા80300મોરબી100300પાદરા160300કપડવંજ140280જામનગર50275ભરૂચ160260પોરબંદર150250જેતપુર81246રાજકોટ55245ગોંડલ31241મહુવા70212વિસાવદર4076

(1:16 AM IST)