News of Thursday, 17th April 2025
તાલાલા માર્કેટ યાર્ડમાં આવતા અઠવાડિયાથી કેરીની સિઝન શરૂ :26 એપ્રિલથી યાર્ડમાં સિઝનનો પ્રારંભ
જૂનાગઢ માર્કેટ યાર્ડ, પોરબંદર માર્કેટ યાર્ડ, નવસારી માર્કેટ યાર્ડ, માણસા માર્કેટ યાર્ડ સહિતના યાર્ડોમાં ધીરે ધીરે કેરીની આવકમાં વધારો

અમદાવાદ : રાજ્યના વિવિધ માર્કેટ યાર્ડમાં કેરી આવવા લાગી છે. ત્યારે કેસર કેરી માટે જાણીતા તાલાલા માર્કેટ યાર્ડમાં પણ આવતા અઠવાડિયાથી કેરીની સિઝન શરૂ થવાની છે. તાલાલા માર્કેટ યાર્ડ બજાર સમિતિ દ્વારા જણાવવામાં આવ્યુ છેકે, 26 એપ્રિલ 2025થી યાર્ડમાં કેરીની સિઝનનો પ્રારંભ કરવામાં આવશે.
તાલાલા માર્કેટ યાર્ડ બજાર સમિતિ દ્વારા આજે જણાવવામાં આવ્યું છેકે, 26 એપ્રિલ 2025 શનિવારના રોજ તાલાલા માર્કેટિંગ યાર્ડમાં કેસર કરીની સિઝનનો પ્રારંભ થઇ રહ્યો છે. તમામ ખેડૂત મિત્રો તથા વેપારી મિત્રોને બપોરે 1 વાગ્યે ઉપસ્થિત રહેવું.
રાજ્યમાં જૂનાગઢ માર્કેટ યાર્ડ, પોરબંદર માર્કેટ યાર્ડ, નવસારી માર્કેટ યાર્ડ, માણસા માર્કેટ યાર્ડ સહિતના યાર્ડોમાં ધીરે ધીરે કેરીની આવકમાં વધારો થઇ રહ્યો છે. વિવિધ માર્કેટ યાર્ડોમાં કેરીના 20 કિલોના ભાવ 800થી 1200 રૂપિયા સુધી બોલાઈ રહ્યાં છે. જ્યારે અમદાવાદમાં રિટેલ માર્કેટમાં કેરીના બોક્સ 1800થી 2 હજાર રૂપિયા સુધી વેચાઈ રહ્યાં છે. તાલાલા માર્કેટ યાર્ડમાં કેરીની આવક શરૂ થતાં જ કેરી રસિકોને કેસર કરીનો સ્વાદ ચાખવા મળશે.
(1:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
