<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th April 2025

ટેકનિકલ શિક્ષણ કચેરી દ્વારા ડીપ્‍લોમાં અધ્‍યાપકોને અન્‍યાયઃ મંત્રીને રજુઆત

પ૪ અધ્‍યાપકોની બાદબાકીઃ મળવાપાત્ર લાભ આપવા પોલીટેકનિક અધ્‍યાપક મંડળની માંગણી

રાજકોટ, તા. ૧૭: પોલીટેકનિક અધ્‍યાપક મંડળે ડીપ્‍લોમાં કોલેજોમાં પ૪ અધ્‍યાપકોને મળવાપાત્ર લાભ અપાવવામાં ટેકનિકલ શિક્ષણ કમિશનર કચેરી દ્વારા અન્‍યાય થયાની રજુઆત શિક્ષણ મંત્રી અને શિક્ષણ વિભાગના અગ્રસચિવને કરવામાં આવી છે.

મંડળે રજુઆતમાં જણાવ્‍યું છે કે, ટેકનિકલ શિક્ષણની કચેરી, ગાંધીનગર દ્વારા સરકારની CAS અંગેની માર્ગદર્શિકાઓનું ઉલ્લંઘન કરી નિયમો વિરુદ્ધ ફક્‍ત ડિપ્‍લોમા કોલેજોના જ અધ્‍યાપકો સાથે ભેદભાવ રાખી અને અન્‍યાયી રીતે કાર્યવાહી કરી છે.

ડિપ્‍લોમા કોલેજોના જ અધ્‍યાપકોના સ્‍ક્રિનિંગ કમિટી દ્વારા ત્રણ માસ અગાઉ મંજૂર થયેલ આશરે ૫૪ જેટલા કેસો અગમ્‍ય કારણોસર છેલ્લી ઘડીએ આદેશમાં સમાવેશ ન કરવા તે તદ્દન અન્‍યાયી, ગેરબંધારણીય અને ભેદભાવપૂર્ણ છે. ડિપ્‍લોમા કોલેજોના અધ્‍યાપકોના સ્‍ક્રિનિંગ કમિટી દ્વારા મંજૂર એજીપી- ૭૦૦૦/ લેવલ- ૧૧ ના ૫૪ જેટલા કેસો છેલ્લા ત્રણ માસ અગાઉ મંજૂર થયેલ અને ફક્‍ત આદેશોની રાહ જોઈ રહેલ હતા તો કયા નિયમોને આધારે તેઓને બાકાત રખાયા છે?  માત્ર ડિપ્‍લોમાના ૫૪ કેસોની અરજીઓ ઠરાવોની જોગવાઇઓથી વિપરીત સિલેક્‍શન કમિટી/ઝભ્‍ઘ્‍ માં મુકવી એ કેટલા અંશે વ્‍યાજબી છે? તેમ રજુઆતમાં જણાવાયું છે.(૬.૧૩)

(2:37 PM IST)