તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૦ રવિવાર
News of Thursday, 17th April 2025
રેલવે બોર્ડનો મોટો નિર્ણય : યાત્રીઓની સુવિધા માટે લાંબા અંતરની તમામ ટ્રેનોમાં બંને તરફ લગાવાશે જનરલ કોચ
પશ્ચિમ રેલવેના ભાવનગર ટર્મિનસથી ચાલતી ટ્રેન નંબર 12972 ભાવનગર-બાંદ્રા દૈનિક સુપરફાસ્ટમાં ભાવનગર ડિવિઝનમાં તેની શરૂઆત કરાઈ

અમદાવાદ : યાત્રિયોની સુવિધાને ધ્યાનમાં રાખીને રેલવે બોર્ડે હવે તમામ લાંબા અંતરની ટ્રેનોમાં બંને તરફ જનરલ કોચ લગાવવાનો નિર્ણય લીધો છે. પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝનમાં પણ તેની શરૂઆત કરવામાં આવી છે.
ભાવનગર ડિવિઝનના ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર અતુલ કુમાર ત્રિપાઠીએ માહિતી આપી હતી કે રેલવે બોર્ડની સૂચના મુજબ ભાવનગર ટર્મિનસથી ચાલતી ટ્રેન નંબર 12972 ભાવનગર-બાંદ્રા દૈનિક સુપરફાસ્ટમાં 16 એપ્રિલ, 2025થી શરૂ કરવામાં આવી છે. તબક્કાવાર રીતે ભાવનગરના લાંબા અંતરની તમામ ટ્રેનોમાં બંને તરફ જનરલ કોચ લગાવવામાં આવશે.
જે ટ્રેનોમાં ચાર જનરલ કોચ છે, તેમાં બે કોચ આગળ અને બે પાછળના ભાગમાં લગાવવામાં આવશે. જે ટ્રેનોમાં માત્ર બે જ જનરલ કોચ છે તેમાં એક કોચ આગળ અને એક કોચ પાછળના ભાગમાં લગાવવામાં આવશે.
(6:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
