News of Thursday, 17th April 2025
અમદાવાદના રખિયાલમાં જૂની અદાવતમાં યુવકને માર મારી અપહરણ કરવા પ્રયાસ : સગીર સહિત ત્રણ આરોપી ઝડપાયા
એક કિશોર સહિત ચાર આરોપીઓએ ભેગા મળી અગાઉના ઝઘડાની અદાવત રાખી અરમાન પઠાણ નામના યુવકનું એકટીવા પર બેસાડી અપહરણ કર્યું :સમગ્ર ઘટના કેદ

અમદાવાદના રખિયાલ વિસ્તારમાં અજીત મીલ સોસાયટીમાં હાલમાં જ અસામાજિક તત્વોના આતંકની ઘટના સામે આવી હતી, જેમાં જૂની અદાવતમાં એક યુવકના પરિવાર પર હથિયારોથી જીવલેણ હુમલો થયો હતો, તેવામાં ફરી એકવાર જૂની અદાવતમાં ગુનેગારોએ ભેગા મળી પોતાના જ મિત્રનું અપહરણ કર્યું હોવાની ઘટના સામે આવી છે, અપહરણ બાદ આરોપીઓએ ભેગા મળી યુવકને માર માર્યો હતો જે મામલે પોલીસે ગુનો દાખલ કરી ગુનામાં સામેલ એક સગીર સહિત 3 આરોપીઓની ધરપકડ કરી છે.
નિયાઝ હુસેન ઉર્ફે અરમાન અન્સારી અને અરબાઝ ઉર્ફે સુમન શેખ નામના આ બંને આરોપીઓ અને તેની સાથેના કાયદાના સંઘર્ષમાં આવતા એક કિશોર સહિત ચાર આરોપીઓએ ભેગા મળી અગાઉના ઝઘડાની અદાવત રાખી અરમાન પઠાણ નામના યુવકનું એકટીવા પર બેસાડી અપહરણ કર્યું હતું. જે સમગ્ર ઘટના કેદ થઈ હતી જેના આધારે રખિયાલ પોલીસે ભોગ બનનાર અને આરોપીઓને શોધી ગુનો દાખલ કર્યો અને ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.
16 એપ્રિલના રોજ અરમાન પઠાણ સુંદરમ નગર પાસે તેના મિત્રને બ્રિજેશ પરમાર અને પાર્થ ઉર્ફે ડેનીને મળવા ગયો હતો. તે સમયે અગાઉના ઝઘડાની અદાવતમાં આરોપીઓ સાથે બોલાચાલી થઈ હતી. જે બાદ અરમાન પઠાણ રખિયાલ અજીત મીલ પાસેથી ઘરે જવા માટે નીકળ્યો હતો, તે સમયે અયાન ઉર્ફે કાલીયા નામના આરોપીએ તેને ફોન કરી ચા પીવા માટે બોલાવતા તે મોરારજી ચોક ખાતે ગયો હતો. જ્યાં અગાઉના ઝઘડાની અદાવત રાખી અયાન ઉર્ફે કાલીયો, નિયાઝ હુસેન અન્સારી તેમજ અરબાઝ શેખ અને સગીર આરોપીએ ભેગા મળી અરમાન પઠાણને બીજ બોલના ડંડા અને ચપ્પુથી હુમલો કરી ઇજાઓ પહોંચાડી હતી. આરોપીઓએ તેને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. જે આરોપીઓ અરમાન પઠાણના મિત્ર બ્રિજેશ પરમારને માર મારીને એકટીવા પર અપહરણ કરી અજીત મીલ ચાર રસ્તા ઉતારીને ભાગી ગયા હતા.
આ અંગે ફરિયાદ નોંધાતા રખિયાલ પોલીસે સગીર સહિતના ત્રણ આરોપીઓની જ્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક આરોપીની ધરપકડ કરી છે. ઝડપાયેલા આરોપીઓ અને ફરિયાદી તમામ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનું સામે આવ્યું છે તેવામાં આ ઘટના પાછળનું સાચું કારણ જાણવા માટે રખિયાલ પોલીસે આરોપીઓની પૂછપરછ શરૂ કરી છે.
(6:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
