તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Thursday, 17th April 2025
ડીસા અગ્નિકાંડ કેસમાં SITની તપાસ પૂર્ણ :હવે 2 દિવસમાં સરકારને રીપોર્ટ સોંપે તેવી શક્યતા:મહત્વના થશે ખુલાસા
ફટાકડાની ફેક્ટરીમાં થયેલ બ્લાસ્ટમાં 22 લોકોના મોત થયા હતા. આ ઘટના બાદ અન્ય રાજ્યોમાં પણ તપાસ હાથ ધરવામાં આવી હતી.

બનાસકાંઠાના ડીસામાં જીઆઈડીસી વિસ્તારમાં ફટાકડાની ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટ કેસમાં એસઆઈટીએ તપાસ પૂર્ણ કરી દીધી છે. બે દિવસમાં સરકારને રીપોર્ટ સોંપાય તેવી શક્યતાઓ છે. આ કેસમાં આરોપીઓની મદદ કરનારની પણ તપાસ કરવામાં આવી છે.સરકાર દ્વારા રચાયેલી સીટની ત્રીજી એપ્રિલની તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસાઓ બહાર આવ્યા હતા.
પ્રાપ્ત વિગતો પ્રમાણે બનાસકાંઠાના ડીસામાં જીઆઈડીસી વિસ્તારમાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ કેસમાં એસઆઈટીએ તપાસ પૂર્ણ કરી લીધી છે. રાજ્ય સરકારે બીજી એપ્રિલે IAS અધિકારી ભાવેશ પંડ્યાના નેતૃત્વમાં સીટની રચના કરી હતી. ટીમમાં DSP વિશાલકુમાર વાઘેલા, FSL ડાયરેક્ટર એચ.પી સંઘવી અને ઇજનેર જે.એ ગાંધી દ્વારા તપાસ હાથ ધરાઈ હતી. સરકાર દ્વારા રચાયેલી સીટની ત્રીજી એપ્રિલની તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસાઓ બહાર આવ્યા હતા. સીટની તપાસ પૂર્ણ થતા હવે બે દિવસમાં સરકારને રિપોર્ટ સોંપાય તેવી શક્યતાઓ છે.
SITએ આ કેસમાં આરોપીઓને ભગાડવામાં જે લોકોએ મદદ કરી હતી તે લોકોને પણ તપાસ કરાવી છે. આટલી મોટી ઘટનામાં અત્યાર સુધી માત્ર બે આરોપીઓની અટકાયત કરી તપાસ કરવામાં આવી રહી છે.ઘટનાને ગંભીરતાથી લઈ સરકાર દ્વારા સીટની રચના કરવામાં આવી હતી.ફટાકડાની ફેક્ટરીમાં થયેલ બ્લાસ્ટમાં 22 લોકોના મોત થયા હતા. આ ઘટના બાદ અન્ય રાજ્યોમાં પણ તપાસ હાથ ધરવામાં આવી હતી.
(10:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
