<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th April 2025

રાજ્યમાં ડુંગળીનો સૌથી ઉંચો ભાવ નડિયાદ માર્કેટયાર્ડમા 500 રૂપિયા સુધી બોલાયો : જાણો અન્ય 17 યાર્ડના ભાવ

ગુજરાતની 17 માર્કેટ યાર્ડમાં કુલ 9,660.65 ટન ડુંગળીની આવક થઇ:જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન ડુંગળીની આવક

અમદાવાદ :આજે ગુજરાતની 17 માર્કેટ યાર્ડમાં કુલ 9,660.65 ટન ડુંગળીની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં ડુંગળીનો સૌથી ઉંચો ભાવ નડિયાદ માર્કેટ યાર્ડમા 500 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં ડુંગળીનો ઉંચો ભાવ 255 રૂ. અને નીચો ભાવ 60 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય બીલીમોરામાં 340 રૂ., આણંદમાં 300 રૂ., અમદાવાદમાં 280 રૂ., પોરબંદરમાં 250 રૂ., ગોંડલમાં 221 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 9,660.65 ટન ડુંગળીની આવક થઇ છે.

જિલ્લોઆવક(ટનમાં)ભાવનગર7925.7અમદાવાદ799.9સુરત360રાજકોટ334.1આણંદ99.9દાહોદ45.3મહેસાણા21.7મોરબી20.8ભરૂચ15ખેડા15વડોદરા9.3પોરબંદર7.6નવસારી3.6જૂનાગઢ2.75કુલ આવક9,660.65

કયા માર્કેટ યાર્ડમાં ડુંગળીનો શું ભાવ રહ્યો?

માર્કેટ યાર્ડનીચો ભાવઉંચો ભાવનડિયાદ300500બીલીમોરા240340સુરત100340આણંદ200300દાહોદ40300મોરબી100300પાદરા200300અમદાવાદ140280અંકલેશ્વર160280મહેસાણા80280રાજકોટ60255પોરબંદર150250ભાવનગર115231મહુવા75223ગોંડલ41221જેતપુર71181વિસાવદર60100

(12:25 AM IST)