તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૦ રવિવાર
News of Friday, 18th April 2025
સુરત જિલ્લામાં SOGની ટીમે સપાટો બોલાવ્યો :ડિગ્રી વિના દવાખાનું ચલાવતા ત્રણ બોગસ તબીબોને ઝડપી પાડ્યા
સુરત ગ્રામ્ય SOG પોલીસની ટીમે તાતીથૈયા ગામ, સોના પાર્ક 1 નજીક ઓમ માઁ નામના ક્લીનિકમાં રેડ પાડી :3 અલગ-અલગ ગુના કડોદરા GIDC પોલીસ મથકમાં નોંધવામાં આવ્યા

સુરત જિલ્લામાં SOGની ટીમે સપાટો બોલાવીને 3 બોગસ તબીબોને ઝડપી પાડ્યા છે. જેમાં તાતીથૈયા ખાતે આવેલા સોની પાર્ક 1 અને સોની પાર્ક 2 ખાતે રેડ પાડી હતી. જ્યાં ડિગ્રી વિના અલગ-અલગ ઠેકાણે દવાખાનું ચલાવતા બોગસ તબીબોને પકડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરત ગ્રામ્ય SOG પોલીસની ટીમે તાતીથૈયા ગામ, સોના પાર્ક 1 નજીક ઓમ માઁ નામના ક્લીનિકમાં રેડ પાડી હતી. જ્યાંથી સૌરાભ શ્યામલ બિશ્વાસ (28)ને ઝડપી પાડ્યો હતો. જ્યારે સોની પાર્ક 2 નજીક આવેલા ઓમ માઁ ક્લીનિકમાં રેડ પાડી, ત્યાંથી મિલન માખુમલાલ બિશ્વાસ (34)ને ઝડપી પાડ્યો હતો. આવી જ રીતે સોની પાર્ક 2 ના સુકન 2 રેસિડન્સી નજીક સીકદાર નામના ક્લીનીકમાં રેડ પાડીને પ્રસન્નજીત સીકદાર (35)ને ઝડપી પાડ્યો હતો.
આ દરમિયાન પોલીસે એક ક્લીનિકમાંથી મેડિકલ સાધન સામગ્રી તથા દવાઓ મળી 9802, બીજા ક્લીનીકમાંથી 4391 અને ત્રીજા ક્લીનિકમાંથી 13895 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ મામલે 3 અલગ-અલગ ગુના કડોદરા GIDC પોલીસ મથકમાં નોંધવામાં આવ્યા છે.
પોલીસના જણાવ્યા મુજબ, પકડાયેલો આરોપી સૌરભ શ્યામલ બિસ્વાસએ કોઈ પણ પ્રકારનું માન્ય સંસ્થાના રજીસ્ટ્રેશન સર્ટી કે પ્રમાણપત્ર નહી હોવાનું જણાવ્યું હતું અને પોતે બીએ સુધી અભ્યાસ કરેલો અને પોતાના વતનમાં મેડીકલ સ્ટોરમાં નોકરી તેમજ જુદા જુદા કલીનીકમાં બે વર્ષ સુધી નોકરી કરેલ હતી જેના અનુભવ આધારે આ કલીનીક 6 માસથી ચલાવતો હોવાનું જણાવ્યું હતું
જયારે આરોપી મિલન માખુમલાલ બિસ્વાસએ કોઈ પણ પ્રકારનું માન્ય સંસ્થાના રજીસ્ટ્રેશન સર્ટી કે પ્રમાણ પત્ર નહી હોવાનું જણાવ્યું હતું અને પોતે ધોરણ-10 સુધી અભ્યાસ કરેલ અને પોતાના વતનમાં જુદી જુદી કલીનીકમાં બે વર્ષ સુધી નોકરી કરી હતી જેના અનુભવ આધારે આ કલીનીક એક વર્ષથી ચલાવતો હોવાનું જણાવ્યું હતું
જયારે આરોપી પ્રશનજીત શાંન્તા સીકદારએ કોઈ પણ પ્રકારનું માન્ય સંસ્થાના રજીસ્ટ્રેશન સર્ટી કે પ્રમાણપત્ર નહી હોવાનું જણાવ્યું હતું અને પોતે ધોરણ ૧૨ સુધી અભ્યાસ કરેલાનું અને પોતાના વતનમાં જુદી જુદી હોસ્પિટલોમાં ત્રણ વર્ષ સુધી નોકરી કરી હતી જેના અનુભવ આધારે આ કલીનીક ચાર વર્ષથી ચલાવતો હોવાનું જણાવ્યું હતું
(12:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
