News of Friday, 18th April 2025
ફિટનેસના ટેસ્ટિંગ સ્ટેશન ભગવાન ભરોસે, એજન્ટોને ઘી-કેળા !
પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીના સુપરવિઝન અને ઓડિટના ધાંધિયાઃ રાજ્યમાં ૫૪ ટેસ્ટિંગ સેન્ટર છે : ફિટનેસ વગર ખાનગી-સરકારી વાહનો બિન્દાસ્ત ફરે છેઃ ફિટનેસ મેનેજમેન્ટ સિસ્ટમ પોર્ટલ થકી ઇશ્યૂ કરવાની સત્તા સોંપાયેલી છે

વડોદરા તા.૧૮: રાજ્યમાં વાહનોના ક્રિટનેસ ટેસ્ટ કરતા ખાનગી ઓટોમેટિક ટેસ્ટિંગ સ્ટેશનમાં સ્થાનિક આરટીઓ કચેરીના સુપરવિઝનના ધાંધિયાથી એજન્ટોને ઘી-કેળા છે. અકસ્માત માટે જોખમી એવા ફિટનેસ વગરના વાહનો ખૂલ્લેઆમ જાહેર માર્ગો પર ફરતા હોવા છતાં ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા દંડનીય કામગીરી કરવામાં આવતી નથી.
કેન્દ્રના ટ્રાન્સપોર્ટ વિભાગની ૨૬ જૂન ૨૦૨૨ની જોગવાઈને પગલે રાજ્યમાં આરટીઓ કચેરી દ્વારા કરવામાં આવતી વાહનોના ફિંટનેસ જેવી મહત્ત્વની કામગીરી સરકારે અધિકળત કરેલા ખાનગી ઓટોમેટિક ટેસ્ટિંગ સ્ટેશનમાં થાય છે. અધિકળત ઓટોમેટિક ટેસ્ટિંગ સ્ટેશનને રાજ્ય અથવા રાજ્ય બહારના વાહનોના ફિટનેસ સર્ટિફિકેટ વાહન અને ઓટોમેટિક ફિટનેસ મેનેજમેન્ટ સિસ્ટમ (AFMS) પોર્ટલ થકી ઇશ્યૂ કરવાની સત્તા સોંપાયેલી છે. ફિટનેસ સર્ટિફિકેટની પ્રક્રિયા ટાંણે અરજી કરી ફી ભર્યા બાદ સંબંધિત ટેસ્ટિંગ સ્ટેશનની એપોઈન્ટમેન્ટ લેવાની હોય છે. જે બાદ ચોક્કસ તારીખ અને સમયે વાહનને ફિઝિકલ ટેસ્ટિંગ સ્ટેશન ખાતે રજૂ કરવાનું રહે છે. જ્યાં વિશેય ઇકિવમેન્ટ થકી વિવિધ પ્રકારના વાહનોના લગભગ ૪૯ જેટલા ટેસ્ટ કરી ભૌતિક નિરીક્ષણ કરવામાં આવે છે. કાયદાકીય જોગવાઈ પરિપૂર્ણ કરતા વાહનોને આ ટેસ્ટમાં પાસ થાય અને તેનું સર્ટિફિકેટ મળતું હોય છે. દેશના ૧૫ રાજ્યમાં આ પ્રકારના ૧૨૨ પૈકી ૫૪ સેન્ટર ગુજરાતમાં છે. જે પૈકી પાંચ સેન્ટર વડોદરાના વિવિધ સ્થળે છે. આ ફિટનેસ સ્ટેશન દ્વારા રોજિંદા થતી ટેસ્ટની પક્રિયામાં આરટીઓ કચેરીનું સુપરવિઝન હોતું નથી. આ ઉપરાંત સમંયાતરે સ્થાનિક કચેરી દ્વારા ઓડિટ પણ કરવામાં આવતું નથી. કેટલાક કિસ્સામાં એજન્ટો મધ્યસ્થી બનીને કામ કરાવતા હોવાની પણ ચર્ચા છે. શહેર-જિલ્લામાં કેટલાય વાહનો ફિટનેસ વગર જ ફરતા જોવા મળે છે. જેમાં મોટા ભાગે રેતી-કપચીની ફેરી મારતા ડમ્પર સહિતના ભારદારી વાહનો અને બસનો સમાવેશ થતો હોય છે. આ ઉપરાંત સરકારી વાહનો પણ ફિટનેસ વગર બિન્દાસ્ત રોડ પર રઝળતા નજરે પડે છે. આ પ્રકારના કિસ્સામાં રાજયના ટ્રાન્સપોર્ટ વિભાગની ધળતરાષ્ટ્રની ભૂમિકા છે.
ગાંધીનગરમાં બોગસ ફિટનેસ આપનાર વહીવટકર્તા સામે ગઈકાલે જ્ત્ય્ થઈ છે.
ગાંધીનગરના ચિલોડા પોલીસ સ્ટેશનમાં ગઈકાલે ખાનગી ઓટોમેટિક ટેસ્ટિંગ સેન્ટર સામે સરકાર તરફે FIR નોંધાઈ છે. S.S. સ્ટોન ઓટોમેટિંગ ટેસ્ટિંગ સ્ટેશનમાં ભૌતિક ચકાસણી વગર સરકારી રેકર્ડ સાથે ચેડા કરી, વાહનોના ફોટા મોર્ફ કરી બોગસ ફિટનેસ વેલેડિટી વધારાઈ હતી. આ ઉપરાંત ફિટનેસ ટેસ્ટની ફીના રૂ.૭.૩૬ લાખ ગેરકાયદે વસુલાયા હતા. ૧૨૭ વાહનોમાં નિયમ મુજબ ન હોવા છતાં ફિટનેસ પધરાવાઈ હતી. આ ઉપરાત ૩૨૪ વાહનો અનફિટ હોવા છતાં ફિટનેસ રિબ્ધ કરાઈ હતી. બનાવટી ફોર્મ ૬૯ સરકારી રેકર્ડ પર દર્શાવી વેલિડિટી વધારાનું કૌભાંડ બહાર આવતા સરકાર તરફે ગઈકાલે ગાંધીનગરના ચિલોડા પો સ્ટે મા ટેસ્ટિંગ સ્ટેશનના વહીવટકતાં અને મદદગારો સામે ગુનો નોંધાયો હતો.
ટોલ પ્લાઝાની જેમ શહેરમાં ઈ-ડિટેક્શન કરે તો હકીકત ખબર પડે
રાજ્યના ટ્રાન્સપોર્ટ વિભાગે મોટા ઉપાડે NHAI અને સ્ટેટ હાઈવેના ટોલ પ્લાઝા પરથી પસાર થતાં અનફિટ વાહનોને પકડવા માટે ઇ-ડિટેક્શન સિસ્ટમ લાગુ કરી છે. જેમાં પકડાયેલા ફિટનેસ વગરના વાહનને ઈ-ચલણાથી દંડ ફટકારાય છે. આ સિસ્ટમ શહેરની હદમાં પણ લાગુ કરવામાં આવે તો આડેધડ ફરતા ફિટનેસ વગરના વાહનો રડારમાં આવી શકે છે.
એજન્ટોનું વાહન દીઠ રૂા.૨૦૦થી રૂા.૧,૨૦૦નું સેટિંગ !
સત્રો પાસે મળતી માહિતી મુજબ, ફિટનેસ માટે થ્રી-વ્હિલર તથા LCV રૂ.૮૦૦ અને MMV-HMV માટે અધિકળત કી રૂા.૧,૨૦૦ છે. એજન્ટો નાના ગાડીઓમાં રૂા. ૨૦૦, એલસીવીના રૂા. ૬૦૦ અને ભારદારી વાહનો માટે રૂા.૮૦૦થી રૂા.૧૦૦૦ વસૂલે છે. એકદરે વાહન દીઠ ફીનું અલગથી સેટિંગ હોવાની ચર્ચા છે. ટ્રાન્સપોર્ટ વિભાગ ગુપ્ત તપાસ કરાવે તો તેનો પર્દાફાશ થઈ શકે છે.(૩૮.૪)
(9:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
