<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th April 2025

ઈલેક્‍ટ્રિકવાહન ખરીદનારાઓ પાસેથી હવે ૧ ટકા લેખે વ્‍હીકલ ટેક્‍સ વસૂલાશે

વાહન વ્‍યવહાર વિભાગનો ૬ને બદલે ૧ ટકા ટેક્‍સ મુદ્દે પરિપત્ર જારી : રાજ્‍ય સરકારે બજેટમાં ૬% ટેક્‍સમાં ૫% રિબેટ આપવા જાહેરાત કરી હતી

 

અમદાવાદ તા.૧૮: રાજ્‍ય સરકારે ઈલેક્‍ટ્રિક જીીકલના ૧ા માટે વેચાણને પ્રોત્‍સાહન આપવા માટે આરટીઓના ૬ ટકા ટેક્‍સમાં ૫ ટકા રિબેટ આપવા બજેટમાં જાહેરાત કરી હતી. જે અંતર્ગત આજરોજ રાજ્‍યના વાહન વ્‍યવહાર વહાર વિભાગે સત્તાવાર પરિપત્ર જારી હવેલી ઈલેક્‍ટ્રિક વ્‍હીકલ ખરીદનારાઓ પાસેથી વાહનની કિંમત ઉપર ૧ ટકા લેખે વ્‍હીકલ ટેક્‍સ વસૂલવા આદેશ જારી કર્યો છે.

રાજય સરકારે ઈલેક્‍ટ્રિક વ્‍હીકલનું વેચાણ વધે તે માટે સૌથી પહેલા ટૂ વ્‍હીલરને ૨૫,૦૦૦ સબસિડી અને ૧૫ લાખથી ઓછી કિંમતના કોર વ્‍હીલર પર ૧,૫૦,૦૦૦ રૂપિયાની સબસિડી આપી હતી. વીતેલા એક વર્ષથી આ સબસિડી બંધ કરી દેવામાં આવી છે. સબસિડી  બંધ થયા બાદ ઈલેક્‍ટ્રિક ચીકલના વેચાણમાં ૫૦ ટકા સુધીનો ઘટાડો જોવા મળ્‍યો છે. ગતવર્ષની સરખાપણીએ મળ્‍યો સુરતમાં ૫૦ ટકા જ ઈલેકિટ્રક વ્‍હીકલનું વંચાણ થયું છે. સુરતમાં જ નહી સમગ્ર રાજ્‍યમાં ઈલેક્‍ટ્રિક વ્‍હીકલનું વેચાણ ઘટી જતાં રાજ્‍ય સરકારે બજેટ વખતે ઇલેક્‍ટ્રિક વ્‍હીકલ પર વસૂલાતા ૬ ટકા વ્‍હીકલ ટેક્‍સને ૧ ટકા કરી દેવાની જાહેરાત કરી હતી. બજેટ બાદ લાંબો સમય વીતી ગયો છતાં સરકારે કોઈ સત્તાવાર પરિપત્ર જારી નહી કરતા ડીલરો જ નહીં વાહનચાલકો પણ મૂંઝવામાં મુકાયા હતા.

દરમિયાન ૧૭મી એપ્રિલને શુક્રવારે સાંજે રાજ્‍યના વાહન વ્‍યવહાર વિભાગે એક પરિપત્ર જારી કરી ઈલેક્‍ટ્રિક વ્‍હીકલ પરનો ૬ ટકા ટેક્‍સ હવેથી ૧ ટકા લેખેજ વસૂલયા આદેશ જારી થયો છે. જેને પગલે હવે ઇલેકટ્રીક વ્‍હીકલ પર   ૧ ટકા લેખે જ આરટીઓનો વ્‍હીકલ ટેક્‍સ વસૂલવામાં આવશે. ટેક્‍સમાં ૫ ટકા રિબેટ આપવાથી વાહનમાલિકોને ફાયદો  થશે. કારમાલિકોને ૩૦,૦૦૦ લઈને ૧,૦૦,૦૦૦ સુધીનો સીધો ફાયદો થશે.

અત્રે ઉલ્લેખનીય છે કે વીતેલા પખવાડિયાથી લોકો ટેક્‍સ રિબેટ અંગેની જાહેરાત થાય તેની રાહ જોઈ રહ્યા હતા. ત્‍યારે ગુરુવારે સાંજે સત્તાવાર પરિપત્ર જારી કરાતા નવું ઈલેક્‍ટ્રિક વાહન ખરીદનારા વાહન માલિકોની રાહત થઈ છે. હવે વાહનની કિંમત ઉપર એક ટકા લેખે વાહન ટેક્‍સ વસૂલાશે.(૩૮.૩)

(9:48 AM IST)