<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th April 2025

ક્રુસ યજ્ઞઃ પાપ મોચનનું સિધ્‍ધ બલિદાન

ગુડ ફ્રાઇડે :પ્રભુ ઇસુ ખ્રિસ્‍તે કહેલું કે માર્ગ, સત્‍ય અને જીવન હું જ છું, ઉચિત માર્ગ પર ચાલવું એ વાત આપણે યાદ રાખવી જોઇએ

આપણે સૌ જાણીએ છીએ કે રવિવાર થી શનિવાર દર અઠવાડીયે આવે છે. જેમકે રવિવાર પછી સોમવાર તેમ અઠવાડીયાની વચ્‍ચે શુક્રવાર પણ આવે છે. પરંતુ આ શુક્રવારનો પવિત્ર દિવસ કહેવાય છે. કારણ કે આ શુભ શુક્રવારના દિવસે પ્રભુ ઇસુ ખ્રિસ્‍તે પોતાનું અમુલ્‍ય બલીદાન આપ્‍યું. આ દિવસને પવિત્ર પર્વ કહીએ છીએ અને જેટલા પણ ખ્રીસ્‍તી લોકો છે તે આજના શુભ શુક્રવારે ચર્ચમાં જાય છે. અને ઉપવાસ સહીત પ્રાર્થના કરે છે. આપણાં પાપ ગુનાઓને માફ કરવા તે ધરતી પર એક મુકિતદાતા બનીને પૃથ્‍વી પર અવતાર લીધો. તેમનું આ બલીદાન આપણે કયારેય નહીં ભુલી શકીએ.

ઇસુએ આપણને ક્ષમા કર્યા. આપણે  સૌ પાપી અને ગુનેગાર છએ. અગર કોઇ આવ રીતે આપણી સાથે કરતા તો આપણે તેની સાથે તેનો બદલો લેતા અને આખો પરીવાર તેનો શત્રુ બની જતો. પરંતુ તેણે જગત પર એટલો પ્રેમ કર્યો કે તેમણે બદલાના રૂપમાં પોતાનો એકનો એક પુત્ર આપણા માટે દઇ દીધો કે આપણે સૌ તેના પર વિશ્વાસ કરીએ અને અનંતજીવન પામીએ. આજે આપણે ઇસુની વેદનાને યાદ કરીએ છીએ અને તેનો અહેસાસ કરીએ કે જો આપણે બિમાર પડીએ અને તેમાં એક ઇન્‍જેકશન લાગે તો આહ.. નીકળી જાય છે. પરંતુ ઇસુના હાથોમાં ખીલ્લા મારવામાં આવ્‍યા, પગમાં ખીલ્લા મારવામાં આવ્‍યા, કુખમાં ભાલો માર્યો, માથામાં કાંટાનો મુગટ પહેરાવ્‍યો. તેમનું બહુમુલ્‍ય રકત પણ વહયું. તો શું આપણે તેમન આ બલીદાનન કદર કરી ?

પ્રભુ કહે છે કે હું તમારા માટે તમારા પાપ-ગુનાની ક્ષમા માટે મારો પ્રાણ ત્‍યાગી દીધો. આપણે જાણીએ છીએ તેમ પ્રભુ ઇસુ તો નિર્દોષ હતાં. પાપ-ગુનાહ આપણે કર્યા, જુઠુ આપણે બોલ્‍યા અને સજા ઇસુને મળી. પરંતુ ઇસુએ આપણને માફ કરી દીધા, પરંતુ કહેવાય છે કે દેશમાં દુનીયામાં કે પરીવારમાં કોઇ શુભ કાર્ય કરે છે ત્‍યારે કેટલાય એવા પણ પરીવારના સદસ્‍ય હોય છે કે તે જાન ના દુશ્‍મન બની જાય છે અને પરીવારજનો ને નચુ દેખાડવાની યુકિત રચે છે. હાં ઠીક એવી જ રીતે ઘરનો સદસ્‍ય ઇસુનો દુશ્‍મન બની ગયો. ચાંદીના જુજ સિકકાઓ માટે તેણે પોતાના સ્‍વામી(ગુરૂ) ને પકડાવી દીધા. જેનુ નામ હતું યહુદા જે પ્રભુ ઇસુનો શિષ્‍ય હતો. પરંતુ હાય ! એવા શિષ્‍યને જેને પોતાના જ ગુરૂ સાથે બેવફાઇ કરી. ધર્મશાષામાં લખવામાં આવ્‍યું છે કે આવા વ્‍યકિતનો જન્‍મ જ ન થયો હોત તો સારૂ હતું. ઇસુએ કહયું છે કે ‘‘માર્ગ, સત્‍ય અને જીવન'' હું જ છું. ઉચિત માર્ગ પર ચાલવું એ વાત આપણે યાદ રાખવી જોઇએ.

સત્‍યઃ શું આપણે સત્‍ય શું છે તે જાણએ છીએ ?

ઇસુ એ જ તો સત્‍ય છે! તે આપણા માટે એક ઉધ્‍ધારકર્તા બનને આવ્‍યા, તેમણે આપણને હંમેશા સત્‍ય બોલતા શીખવાડયું અને કહયું કે સત્‍ય હું જ છું. જેમ ઇસુ એક સત્‍ય છે તેમ તે એક ચટ્ટાનની જેમ અટલ પણ છે. અતઃ આપણે એ કહ શકીએ કે ‘‘માર્ગ, સત્‍ય અને જીવન'' ઇસુ મસીહ છે.

ઇસુને પહેલાથી જ ખબર હતી કે આ કઠીન સમય આવવાનો છે. એટલા માટે તેઓ જૈતુન પહાડ પર જઇને પ્રાર્થના કરતા હતાં. ૪૦ દિવસ અને ૪૦ રાત તેમણે ઉપવાસ કર્યા અને પોતાના પિતા પરમેશ્વરને કહયું કે આ ઘડ ટળી જાય, પરંતુ જેમ ધર્મશાષા માં લખ્‍યું છે તેમ મનુષ્‍યનો પણ પ્રધાન યાજકો અને શાષત્રીઓના હાથે પકડાવી દેવાશે અને તેઓ પ્રભુ ઇસુને ગુનેગાર માનશે. તેઓ તેમને હસીમાં ઉડાવશે અને કોરડા મારવામાં આવ્‍યા. ક્રુસ પર ચડાવી દેવાયા, ઠઠ્ઠા મશ્‍કરી કરી તેમને સિરકો પીવડાવવામાં આવ્‍યો. તેમન સાથે ભયાનક વર્તન કર્યુ. તેમ છતાં આટલું બધુ ખરાબ વર્તન હોવા છતાં ઇસુએ પોતાના પિતાને કહયું કે હે પિતા બની શકે તો આ લોકોને માફ કરો. આ દિવસ શુક્રવારનો દિવસ હતો અને ત્રીજા પહોરે ઇશ્વરે જોરથી કહયું કે પિતા તમે મને કેમ ત્‍યજી દીધો, પરંતુ ધર્મશાષામાં લખાયેલું થવું જરૂરી હતું. અને જુઓ કે ત્રીજા પહોરે આખી પૃથ્‍વી પર અંધકાર છવાઇ ગયો, અને પ્રભુમંદીરનો પડદો ઉપરથી નીચે સુધી ફાટી ગયો અને ઇશુનો જોરથી પોકાર કર્યો કે એલી એલી લાયા સબ કથની એટલે કે હે ઇશ્વર તે મને કેમ ત્‍યજી દીધો? પોતાના પ્રાણોનું બલીદાન આપી દીધું. મારા ઇસુ હવે અમારે તમારા પ્રેમની કિંમત ચુકવવાની છે. હવે આવી જ રીતે અમારે તમારા ચિંધેલા માર્ગે ચાલવાનું છે.

 આપણે આ પ્રતિજ્ઞા કરએ અને આ પવિત્ર પર્વને ઉજવીએ. બદલાોની ભાવના ત્‍યાગી દઇએ. જેવી રીતે ઇસુએ આપણને નિઃસ્‍વાર્થ પ્રેમ કર્યો તેમ આપણે પણ આપસમાં નિઃસ્‍વાર્થ પ્રેમ કરીએ. આપણું જીવન પ્રેમથી જીવીએ અને જીવવા દઇએ. હે મારા મિત્રો અમે પણ પરમેશ્વરની જેમ એકબીજાને માફ કરીએ. આપણી સાથે જો કોઇ સારો વ્‍યવહાર કરે કે ન કરે, ધન્‍ય હો ધન્‍ય હો કે જેમણે આપણાં પાપોને માટે પોતાના પ્રાણોનું બલીદાન દીધું. આજ છે ગુડફ્રાઇડે જેને આપણે સૌ મળીને માન-સમ્‍માન દઇએ છીએ અને પ્રાર્થના કરએ છીએ.

સર્વેને ગુડફ્રાઇડેની પ્રેમી સલામ!

મિસિસ આઇલીન રોબિન્‍સન હેનરી

63ÕÕ0 84698 (૩પ.ર)

(11:02 AM IST)