<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th April 2025

સુરતના કામરેજમાં ગલતેશ્વર મહાદેવ મંદિર પાસે તાપી નદીમાં ડૂબી જતા એક મહિલા સહીત ત્રણ લોકોના મોત

બનાવની જાણ થતાં ફાયર વિભાગની ટીમ પહોંચી : ફાયર વિભાગે ત્રણ મૃતદેહ બહાર કાઢ્યા : સુરતના રહેવાસીઓ ગલતેશ્વર ફરવા માટે ગયા હતા.દરમયિાન તાપી નદીમાં ત્રણ લોકો ડૂબી ગયા

સુરતના કામરેજ સ્થિત ગલતેશ્વર મહાદેવ મંદિર પાસે તાપી નદીમાં ડૂબી જવાથી ત્રણ લોકોના મોત નીપજ્યાં છે. મૃતકોમાં એક મહિલા અને બે પુરુષ છે. બનાવની જાણ થતાં ફાયર વિભાગની ટીમ પહોંચી હતી. ફાયર વિભાગે ત્રણ મૃતદેહ બહાર કાઢ્યા છે. મૃતદેહોને પીએમ અર્થે ખસેડવાની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.

બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, સુરત જિલ્લાના કામરેજમાં ટીંબા પાસે ગલતેશ્વર મહાદેવ મંદિર આવેલું છે. સુરતના રહેવાસીઓ ગલતેશ્વર ફરવા માટે ગયા હતા. જે દરમયિાન તાપી નદીમાં ત્રણ લોકો ડૂબી ગયા હતા. નદીમાં ત્રણ લોકો ડૂબ્યા હોવાની જાણ થતાં ફાયર વિભાગ અને પોલીસની ટીમ પહોંચી હતી. ગત રાત્રે શોધખોળ દરમિયાન મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો.

આજે સવારે ફાયર વિભાગ દ્વારા બે પુરુષોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. બનાવને પગલે પોલીસ પહોંચી હતી. મૃતદેહોને પીએમ અર્થે ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી પ્રાથમિક વિગતો અનુસાર મૃતકો સુરત શહેરના હોવાનું જાણવા મળ્યું છે. વધુ તપાસ હાથ ધરાઈ છે.

(12:17 PM IST)