<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th April 2025

અમદાવાદના સેટલાઈટ ઘરફોડ ચોરીનો અઠંગ આરોપી ફરાર :ફરજમાં બેદરકારી દાખવનાર બે પોલીસ સસ્પેન્ડ

ASI કલ્પેશકુમાર અને LRD મોતીભાઈ મોમાભાઈને સસ્પેન્ડ કરી દેવાયા

અમદાવાદના સેટેલાઈટના ઘરફોડ ચોરીના આરોપી જાપ્તામાંથી ફરાર થવાના મામલે ફરજમાં બેદરકારી સબબ બે પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરાયા છે સેટેલાઇટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત 3 માર્ચના રોજ થયેલ ઘરફોડ ચોરી મામલે ઝોન 7 lcb સ્કોર્ડે અઠંગ ચોરની કરી ધરપકડ હતી

વૃંદાવન બંગલોમાં ચોરીના ગુનામાં ઝડપાયેલો આરોપીને  મેડિકલ પરીક્ષા માટે આરોપીને સોલા સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો અને  ત્યાંથી પોલીસ ઝાપ્તામાંથી ફરાર થઈ ગયો હતો

અર્જુનસિંહ રાજપૂત સિવિલ હોસ્પિટલમાંથી ફરાર,ઘરફોડ ચોરીના ગુનામાં ઝોન 7 LCBએ પકડ્યો હતો,45 લાખના સોના ચાંદીના દાગીના, રોકડ રકમની ચોરી,મેડિકલ પરીક્ષા માટે આરોપીને સોલા સિવિલ લવાયો હતો,સોલા પોલીસ મથકે આરોપી વિરુદ્ધ ગુનો નોંધ્યો.

(2:19 PM IST)