News of Friday, 18th April 2025
૧૬ વર્ષથી ફરાર આરોપિને પકડનાર સુરત PCB બ્રાન્ચે ૧૦ વર્ષથી વધુ સમયથી વોન્ટેડ ૩૦ આરોપી ઝડપી વિક્રમ સર્જ્યો છે
૧૦૦૦થી વધુ પાસામાં સંખ્યાબંધ તડીપાર પણ કર્યા છે, અકિલા સાથે પીઆઇ આર એસ.સુવેરા અપરાધી સામેના જંગની રસપ્રદ દાસ્તાન વર્ણવે છે

રાજકોટ,તા.૧૮: પી.સી.બીના એ.એસ.આઇ સહદેવભાઇ વરવાભાઇ તથા અ.હે.કો અશોકભાઇ લુણી નાઓને બાતમી હકીકત મળેલ કે સચીન પો.સ્ટેના સને. ૨૦૧૦ ના મર્ડરના ગુનાના કામે નાસતો ફરતો આરોપી. શૈલેન્દ્રકુમાર ઉર્ફે પપ્પુ ઉર્ફે સાઇલેન્ટ S/O સુખલાલ નામદેવ નાઓ હાલ વરાછા, અશ્વીનીકુમાર ગૌ શાળા પાસે ઉભેલ છે જેને શરીરે ગ્રે કલરની ટી-શર્ટ તથા સફેદ કલરનો હાફ પેન્ટ પહેરેલ છે. જે બાતમી હકીકત આધારે વરાછા, અશ્વીનીકુમાર ગૌ શાળા પાસેથી આરોપી. શૈલેન્દ્રકુમાર ઉર્ફે પપ્પુ ઉર્ફે સાઇલેન્ટ S/O સુખલાલ નામદેવ ઉ.વ.૩૪ રહે. ઘર નં.૧૨૧, સૌરાષ્ટ્ર કો.ઓપરેટીવ સોસાયટી, અશ્વીનીકુમાર રોડ, સુરત શહેર મુળ. પીપરીયા ગામ, તા.બરહી જી.કટની મધ્યઅદેશ નાઓને પકડી પાડવામા આવેલ છે.
જે મજકુર પકડાયેલ ઇસમની પુછપરછ કરતા સને.૨૦૧૦ ના જાન્યુઆરી માસમા પોતે વરાછા, ઘનશ્યામનગર ખાતે રહેતો હતો દરમ્યાન કમલેસદેવી પ્રીતમદાસ બૈરાગી નાઓની દિકરી મનોજ બુધલાલ બરમન નામના ઇસમ સાથે ભાગી ગયેલ હોય અને પોતે બ્રામ્હણ સમાજના હોય અને મનોજ બુધલાલ બરમન નાઓ દલીત જાતીનો હોય જેથી તેઓને મંજુર ન હોય જેથી ભગાડી જનાર છોકરી ની માતા કમલેસદેવી પ્રીતમદાસ બૈરાગી નાઓએ છોકરીને ભગાવી જનાર મનોજ બુધલાલ બરમન નું મોત નિપજાવવાનું કાવત્રુ ઘડેલ અને આરોપી ગુલાબ ઉર્ફે ગુડ્ડ ને તે કામ સોંપેલ જેથી આરોપી ગુલાબ ઉર્ફે ગુડ્ડ નાઓએ મરણ જનાર મનોજ બુધલાલ બરમન નાઓને સુરત ખાતે બોલાવેલ અને પકડાયેલ આરોપી તથા તેના મિત્ર (આરોપી) ગુલાબ ઉર્ફે ગુડ્ડ નાઓ સાથે ભેગા મળી મનોજ બુધલાલ બરમન નામના ઇસમને ગળે ટુંપો બાંધી મોત નીપજાવી તેની લાશ સચીન ખરવાસ ગામ થી એકલેરા ગામની વચ્ચે આવેલ નહેરની બાજુમાં ખાડામા નાખી દિધેલ હોવાની હકીકત જણાવેલ જે ગુનામા તે નાસતો-ફરતો હોવાની કબુલાત કરેલ.
કોઈ અપરાધી ગુન્હો કર્યા બાદ પોલીસ પકડથી દૂર રહે તે પોલીસ તંત્રની નાલેશી છે. આવા અપરાધીઓ પાતાળમાં પણ છુપાયા હોય તો પણ તેને શોધી કાઢવા જોઈએ, આવી પદ્ધતિથી ગુનેગારો પણ અપરાધી પોલીસ પકડથી દૂર રહેવું અશકય છે, તે સમજી ગુન્હાની સંખ્યામાં ખૂબ ફેર પડશે. આવી શીખ સુરત પોલીસ કમિશનર તરીકે અનુપમસિંહ ગેહલોત ચાર્જ લેતા સાથે જ તમામ પોલીસ ઓફિસરોની બેઠકમાં સૂચવ્યું અને અમારી બ્રાન્ચ (PCB) દ્વારા આ દિશામાં આખું ફોક્સ વિશેષ મંડાયુ તેમ તાજેતરમાં ૧૬ વર્ષથી વધુ સમય થયા નાસતા ફરતા આરોપીને જેમની ટીમે પકડ્યા તેવા ભ્ઘ્ણુ Pi આર. એસ. સુવેરા દ્વારા પોતાની ટીમના પ્રેરણાષાોત પોલીસ કમિશનર હોવાનું જણાવેલ
૧૦ વર્ષ થી વધુ સમયથી ફરાર હોય તેવા ૨ વર્ષમા... ૩૦ આરોપીઓ પકડયા. છે, તેમ પણ PCb Pi આર.સુવેરા દ્વારા જણાવી, પોલીસ કમિશ્નરશ્રીના સીધા માર્ગદર્શનમાં ૧૦૦૦ થી વધુ લોકોને પાસામાં અને સંખ્યાબંધ ભયજનક લોકોને તડીપાર કર્યાં છે. વિવિધ પોલીસ મથક વિસ્તારની મુલાકાત લીધા બાદ લોકો પાસેથી પણ આવા તત્વોની ફરિયાદ અન્વયે પોલીસ મથક પાસેથી દરખાસ્ત માંગવી ઝડપભેર કાર્ય કરવામાં આવતા અનેક વિક્રમો સર્જાયા હોવાનું pcb પીઆઇ આર એસ સુવેરાએ અકિલા સાથેની વાતચીતમાં વિશેષમાં જણાવેલ.(૪૦.૧૬)
(4:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
