News of Friday, 18th April 2025
ગુજરાત સરકારનું ગ્રીન ડ્રાઇવ : ઇલેક્ટ્રિક વાહનો પર ટેક્સમાં મોટી રાહત : 'X' પર માહિતી આપતા ગૃહ રાજયમંત્રી સંઘવી
31 માર્ચ, 2026 સુધી સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક વાહનો પર 5% ટેક્સ માફી : બાદમાં ઇલેક્ટ્રિક વાહનો પર હવે માત્ર 1% ટેક્સ લાગશે

અમદાવાદ : ગુજરાત સરકાર પર્યાવરણને અનુકૂળ અને ટકાઉ પરિવહનને પ્રોત્સાહન આપવા માટે સતત પ્રયત્નશીલ છે. આ દિશામાં એક મહત્વપૂર્ણ જાહેરાત કરતાં, રાજ્યના ગૃહ અને ઉદ્યોગ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ 'X' પર જણાવ્યું હતું કે ગ્રીન મોબિલિટીને પ્રોત્સાહન આપવા માટે સરકારે મોટો નિર્ણય લીધો છે.
સરકાર દ્વારા આગામી 31 માર્ચ, 2026 સુધી સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક વાહનો પર 5% ટેક્સની છૂટ આપવામાં આવશે. આ છૂટછાટ બાદ ઇલેક્ટ્રિક વાહનો પર હવે માત્ર 1% જ ટેક્સ લાગશે. મંત્રી સંઘવીએ આ પહેલને ટકાઉ પરિવહનને પ્રોત્સાહન આપવા માટે સરકારનું એક મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું હતું.
વધુમાં, તેમણે માહિતી આપી હતી કે નાગરિકો હવે વાહન 4.0 પોર્ટલ દ્વારા તેમના ઇલેક્ટ્રિક વાહનોની ઓનલાઈન નોંધણી કરાવી શકશે અને આ ટેક્સ છૂટનો સીધો લાભ મેળવી શકશે. આ નાગરિક-કેન્દ્રિત પહેલ હરિયાળા અને સ્વચ્છ ગુજરાતના નિર્માણ તરફ રાજ્ય સરકારનું એક સકારાત્મક પગલું છે, જેનો લાભ રાજ્યના નાગરિકોને મળશે. સરકારના આ નિર્ણયથી રાજ્યમાં ઇલેક્ટ્રિક વાહનોના વેચાણમાં વધારો થવાની અને પ્રદૂષણમાં ઘટાડો થવાની સંભાવના છે.
(3:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
