News of Friday, 18th April 2025
હાશ...ગરમીમાં રાહત મળશેઃ મંગળ-બુધ સિવાય તાપમાન ૪૦.૫ થી ૪૨ ડીગ્રી વચ્ચે રહેશેઃ અશોકભાઈ પટેલ

તા.૨૨, ૨૩ના પારો ૪૩.૫ ડીગ્રીની આસપાસ રહેશેઃ રવિવાર સુધી પવનનું જોર રહેશે, બાદ ક્યારેક-ક્યારેક પવનનું જોર વધી જશેઃ વેધરએનાલીસ્ટ અશોકભાઈ પટેલની તા.૧૮ થી ૨૫ એપ્રિલ સુધીની આગાહી
રાજકોટઃ છેલ્લા ઘણા દિવસોથી અસહ્ય તાપ ગરમી સહન કરી રહેલા ગુજરાતવાસીઓ માટે રાહતના સમાચાર છે. આવતુ અઠવાડીયું ગરમીમાં રાહત રહેશે. ૨૫ એપ્રિલ સુધી મહત્તમ તાપમાન ૪૦.૫ થી ૪૩.૫ ડીગ્રી આસપાસ રહેશે. તેમ વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્યું હતું.
તેઓએ જણાવેલ કે ગત આપેલી આગાહીમાં જણાવેલ કે હીટવેવનો માહોલ જોવા મળશે. પરંતુ હીટવેવનો માહોલ જોવા મળ્યો ન હતો. એકાદ ડીગ્રી તાપમાન નીચુ રહેલ. ગઈકાલે ગુજરાતમાં મહત્તમ નોર્મલ તાપમાન ૧ થી ૩ ડીગ્રી વધુ હતું.
૧૭ એપ્રિલના મહત્તમ તાપમાન મુજબઃ રાજકોટઃ ૪૨.૯ડીગ્રી (સામાન્યથી ૩ ડીગ્રી વધારે) અમરેલીઃ ૪૨.૫ડીગ્રી (સામાન્યથી ૨ ડીગ્રી વધારે)ડીસાઃ ૪૦.૨ડીગ્રી (સામાન્યથી ૧ ડીગ્રી વધારે) અમદાવાદઃ ૪૧.૮ડીગ્રી (સામાન્યથી ૨ડીગ્રી વધારે) ગાંધીનગરઃ ૪૧.૦ડીગ્રી (સામાન્યથી ૧ડીગ્રી વધારે) ભુજઃ ૪૧.૪ ડીગ્રી (સામાન્યથી ૩ ડીગ્રી વધારે) નોંધાયેલ.
વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માટે-૧૮થી ૨૫ એપ્રિલ સુધીની આગાહી કરતા જણાવેલ કે પવન મુખ્યત્વે પヘમિ તરફથી અને ઉત્તરપヘમિ તરફથી ફૂંકાશે. ૧૮થી ૨૦ એપ્રિલ દરમિયાન પવનની ઝડપ ૧૨-૨૫ કિ.મી./કલાક રહેશે અને ઝાટકા ના પવનો ૨૫-૩૫ કિ.મી./કલાક સુધી પહોંચી શકે છે. અન્ય દિવસોમાં પવનની સામાન્ય ઝડપ ૮-૧૫ કિ.મી./કલાક રહેશે, જ્યારે દિવસ દરમિયાન થોડા કલાકો માટે ઝાટકા ના પવનો ૧૫-૨૫ કિ.મી./કલાક સુધી જઈ શકે છે.
મોટા ભાગે સ્વચ્છ આકાશ રહેશે, બે એક દિવસ થોડાક સમય માટે વિખૂટા વાદળો જોવા મળી શકે છે.
તાપમાન અંગે વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલ જણાવે છે કે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન ૩૯.૫ ડીગ્રી છે. ડીસા અને ભુજ માટે ૩૯.૦ ડીગ્રી છે અને અમરેલી માટે ૪૦.૦ડીગ્રી છે. ૧૮થી ૨૫ એપ્રિલઃ આ સમયગાળા દરમિયાન મહત્તમ તાપમાન અંદાજે ૪૦.૫ડીગ્રી થી ૪૩.૫ડીગ્રી વચ્ચે રહેવાની શકયતા છે.
૨૨-૨૩ એપ્રિલના ગરમીની તીવ્રતા વધશે, અને મહત્તમ તાપમાન ઉપરની આસપાસ રહેશે. જ્યારે અન્ય દિવસો માટેઃ મહત્તમ તાપમાન મધ્યમ કે નીચલી રેન્જ નજીક રહેવાની શકયતા છે. સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છમાં ૨૫ એપ્રિલ સુધી મહત્તમ તાપમાન અંદાજે ૪૦.૫ ડીગ્રી થી ૪૩.૫ ડીગ્રી વચ્ચે રહેવાની સંભાવના છે.(૪૦.૨૪)
(3:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
