<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th April 2025

સુરતના કતારગામમાં લક્ષ્મી એન્કલેવમાં આગ ભભૂકી : ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે

લક્ષ્મી એન્કલેવમાં બેઝમેન્ટમાં રહેલા ઇલેક્ટ્રિક મીટર પેટીમાં આગ લાગતા ભયનો માહોલ સર્જાયો

સુરતના કતારગામ વિસ્તારમાં આગ લાગી હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે. કતાર ગામના લક્ષ્મી એંકલેવમાં લાગી છે. આગની ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ઘટનાસ્થળે પહોંચી ગઇ છે અને આગ ઓલવવાનો પ્રયાસ કરી રહી છે. અગમ્ય કારણોસર આગ લાગી હોવાનું અનુમાન છે. 

સુરત ના કતારગામ વિસ્તારમાં આવેલા લક્ષ્મી એન્કલેવમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી.  લક્ષ્મી એન્કલેવમાં બેઝમેન્ટમાં રહેલા ઇલેક્ટ્રિક મીટર પેટીમાં આગ લાગતા ભયનો માહોલ સર્જાયો હતો. આગ વધુ પ્રસરે તે પહેલા જ ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર વિભાગના જવાનો દ્વારા આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ કરવામાં આવી છે. આગની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થયાના સમાચાર નથી મળી રહ્યા.

(6:33 PM IST)