<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th April 2025

રાજ્યમાં હીટવેવે પ્રકોપથી એપ્રિલ મહિનામાં 17 દિવસમાં ગરમી સબંધિત 1235 ઇમરજન્સી કેસ નોંધાયા

કાળઝાળ ગરમીના કારણે 1030 લોકોને હાઈફીવર, 44 લોકોને ડિહાઇડ્રેશન થતા 108ની મદદથી હોસ્પિટલમાં સારવાર હેઠળ

અમદાવાદ :રાજ્યમાં હીટવેવે પ્રકોપથી એપ્રિલ મહિનામાં 17 દિવસમાં ગરમી સબંધિત 1235 ઇમરજન્સી કેસ નોંધાયા છે.

રાજ્યમાં કાળઝાળ ગરમીના પ્રકોપની લોકોના સ્વાસ્થ પર માઠી અસર પહોંચી છે.અંગ દઝાડતી ગરમીના કારણે ડિહાઇડ્રેશન, ડાયેરિયા, હાઈફીવરના,બેભાન થવાના કેસોમાં વધારો થયો છે. એપ્રિલ મહિનામાં 17 દિવસમાં ગરમી સબંધિત 1235  ઇમરજન્સી કેસ નોંધાયા છે. 1,235 લોકોને ગરમીની અસર થતા 108 ઈમરજન્સીની મદદ લેવાની ફરજ પડી છે. ગરમીના કારણે 1030 લોકોને હાઈફીવર, 44 લોકોને ડિહાઇડ્રેશન થતા 108ની મદદથી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

રાજ્યમાં ગરમીના કારણે 13 બાળકો પણ  ડિહાઇડ્રેશનનો ભોગ બનતા 108ની મદદથી હોસ્પિટલ ખસેડાયા છે.72 લોકોને ડાયરિયા અને વોમીટીંગ થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. તો બીજી તરફ ગરમીના કારણે 11 લોકો બેભાન થતા સારવાર હેઠળ છે. અમદાવાદમાં 295, સુરતમાં 132 લોકોને ગરમીના કારણ અસર થતા 108 મારફતે સારવાર માટે ખસેડવા પડ્યા છે.

હવામાન વિભાગ અનુસાર, કંડલામાં સૌથી વધુ 45.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે અમદાવાદમાં 42.9, ગાંધીનગરમાં 42.9 ડિગ્રી, ડીસામાં 43.2, વલ્લભ વિદ્યાનગરમાં 40.7 ડિગ્રી, વડોદરામાં 41.6, સુરેન્દ્રનગરમાં 44.0 ડિગ્રી તાપમાન, નલિયામાં 38.2, ભુજમાં 42.9 ડિગ્રી તાપમાન, પોરબંદરમાં 38, રાજકોટમાં 44.2 ડિગ્રી તાપમાન, કેશોદમાં 41.8, મહુવામાં 39.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. 

 


 

(7:29 PM IST)