<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th April 2025

બનાસકાંઠાના એસપી અને પોલીસ વિરોધી વીડિયો વાયરલ કરનાર દિયોદરના એએસઆઇ સસ્પેન્ડ

વિડીઓમાં એસપી દ્વારા કરાતી હેરાનગતિને લઈને કેનાલમાં પડીને આપઘાત કરવાનું નિવેદન કર્યું હતું.

બનાસકાંઠાના દિયોદર પોલીસ મથકના એ.એસ.આઇ ભૂરાજી રાજપુતને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સાત દિવસ અગાઉ પોલીસ કર્મી એએસઆઈ ભુરાજી રાજપૂતે, બનાસકાંઠાના એસપી અને પોલીસ વિરોધ વીડિયો  વાયરલ કર્યો હતો. વાયરલ વીડિયોમાં એસપી દ્વારા કરાતી હેરાનગતિને લઈને કેનાલમાં પડીને આપઘાત કરવાનું નિવેદન કર્યું હતું. બે દિવસ અગાઉ ભૂરાજી રાજપુત નાટકીય રીતે ઘરે હાજર થઈ ગયા હતા અને નિવેદનોને ખોટા ગણાવ્યા હતા. જિલ્લા પોલીસવડાએ, એએસઆઈ ભુરાજી રાજપૂતને સસ્પેન્ડ કર્યા છે.

(8:38 PM IST)