News of Friday, 18th April 2025
સાણંદના મખીયાવ ગામની મહિલાએ દીકરી સાથે નર્મદા કેનાલમાં ઝંપલાવી કરી આત્મહત્યા
30,000 રૂપિયા આપતા નથી એવુ લખીને આત્મહત્યા કરી: કડીના રંગપુરડા પાવર સ્ટેશન નર્મદા કેનાલ માંથી બે મૃતદેહો મળ્યા

સાણંદના મખીયાવ ગામની રહેવાસી પ્રીતિકાબેન અને પુત્રી પિનલે નર્મદા કેનાલમાં ઝંપલાવીને આત્મહત્યા કરી લીધી હતી. ત્રીજા ધોરણમાં ભણતી દીકરી સાથે માતાએ આત્મહત્યા કરતા સમયે 30,000 રૂપિયા આપતા નથી, એવુ લખીને આત્મહત્યા કરી હતી. કડીના રંગપુરડા પાવર સ્ટેશન નર્મદા કેનાલ માંથી બે મૃતદેહો મળ્યા હતા.
માતા પ્રીતિકાબેન અને પુત્રી પિનલનો મૃતદેહ કેનાલમાંથી મળી આવ્યો હતો. કેનાલ પાસેથી ચિઠ્ઠી, મોબાઈલ અને એક થેલી મળી આવી છે. ચિઠ્ઠીમાં કણજરી ગામના નટુભાઈ જોડેથી 30 હજાર રૂપિયા લેવાના છે, જે આપતા નથી જેથી મને રસિકની બીક લાગે છે, હું કેનાલમાં પડું છું તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કડી પોલીસે ચિઠ્ઠી, મોબાઈલ અને થેલી કબજે લઇ કાર્યવાહી હાથ ધરી છે
(9:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
