<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th April 2025

વડોદરામાં વિરોધ દરમિયાન ભાજપ પ્રમુખનો ટપલીદાવ થયો

ભાજપે નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસનો ઠેર-ઠેર વિરોધ કર્યોઃટપલીદાવ થયા બાદ કાર્યકર્તાઓને ખબર પડી કે આ તો પૂતળાને નહી પણ પ્રમુખનો ટપલીદાવ થયો તો લોકો પણ પેટ પકડીને હસી પડયા

વડોદરા,તા.૧૮: વડોદરામાં વિરોધ દરમિયાન ભાજપ પ્રમુખનો ટપલીદાવ થયો છે,વાત જાણે એમ છે કે,કોંગ્રેસનો વિરોધ કરવા માટે ભાજપના લોકો ભેગા થયા હતા અને વડોદરા ભાજપ પ્રમુખને પૂતળું સમજીને ટપલીદાવ કર્યો હતો,તો ભાજપ પ્રમુખ વચ્ચેથી ખસવાનો પ્રયત્ન પણ કરે છે પરંતુ લોકોએ ટપલીદાવ કરી નાખ્યો હતો.તો પ્રમુખને માથાના ભાગે થોડી વાર તો તમ્મર ચડી ગયા હતા.

ગુજરાત ભાજપે નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસનો ઠેર-ઠેર વિરોધ કર્યો હતો અને પૂતળાદહન કર્યુ હતુ આ દરમિયાન વડોદરાના ભાજપ પ્રમુખ પાર્થ પુરોહિત પણ પૂતળાં સાથે વિરોધ કરવા પહોંચ્યા હતા તેની વચ્ચે ભાજપના કાર્યકરો પાર્થ પુરોહિતને પૂતળંં સમજીને ટપલીદાવ કરવા મંડી પડયા હતા,તો વડોદરા ભાજપમાં આ વિષય હાસ્યાસ્પદ બન્યો હતો,ભાજપના કાર્યકરો પૂતળાને માર મારવા ગયા હતા અને ટપલીદાવ ભાજપ પ્રમુખનો થઈ ગયો હતો,તો બાદમાં લોકોએ ભાજપ પ્રમુખને થોડીવાર સાઈડમાં બેસાડયા હતા અને ત્યારબાદ વિરોધ કર્યો હતો.

તો ટપલીદાવ થયા બાદ કાર્યકર્તાઓને ખબર પડી કે આ તો પૂતળાને નહી પણ પ્રમુખનો ટપલીદાવ થયો તો લોકો પણ પેટ પકડીને હસી પડયા હતા,જો વધારે ટપલીદાવ થયો હોત તો પ્રમુખને માથાના ભાગે ઈજા પણ પહોંચી હોત,આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને લોકો હસી પણ રહ્યાં છે,પ્રમુખ જરા તમે પણ સમજી જાવ કે વિરોધ કરો એનો વાંધો નહી પરંતુ તમે હાસ્યાસ્પદ બની ગયા એનું શું.

(10:27 PM IST)